News Portal...

Breaking News :

ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસના રહીશો વોર્ડ કચેરી મોરચા સ્વરૂપે પહોંચી ભારે સૂત્રોચાર કર્યા

2025-03-07 16:48:28
ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસના રહીશો વોર્ડ કચેરી મોરચા સ્વરૂપે પહોંચી ભારે સૂત્રોચાર કર્યા


વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહેતા 750 જેટલા લોકોને પીવાનું પાણી છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી મળતું નથી. મકાન ફાળવણી વખતે 24 કલાકમાં પાણી મળશે એવી અપાયેલી ખાતરી છતાં ખારું પાણી મળવાથી ચામડીના રોગો થતા સ્થાનિક રહીશોએ વોર્ડ કચેરીએ હલ્લાબોલ સહી તો ભારે સૂત્રોચાર કરી પ્રશ્નો નહીં આવે તો પાલિકાની ચૂંટણીમાં મત બહિષ્કાર સહિત ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.




શહેરના પૂર્વ વિસ્તારમાં ખટંબા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 84 મકાનોમાં કુલ 750 જેટલા લોકો રહે છે. આ મકાનોની ફાળવણી વખતે પાલિકા તંત્ર દ્વારા કહેવાયું હતું કે 24 કલાકમાં પીવાનું પાણી મળતું થઈ જશે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પાલિકા દ્વારા મીઠું પાણી મળવાના બદલે ખારું પાણી રોજે રોજ મળે છે. પરિણામે મકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને પરિવારજનોને ચામડીના રોગો થઈ રહ્યા છે. ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પીવાનું મીઠું પાણી આજ દિન સુધી મળ્યું નથી. માત્ર બોરિંગનું સારું પાણી મળી રહ્યું છે. 


સાંજે વોર્ડ નં.15ની કચેરીએ સ્થાનિક રહીશો મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરીને હલ્લાબોલ કર્યો હતો. આગામી દિવસોમાં આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હલ્લાબોલનો કાર્યક્રમ કરવા સહિત આગામી દિવસોમાં આવતી પાલિકાની ચૂંટણી અંગે મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Reporter: admin

Related Post