વડોદરા: એસએસજી હોસ્પિટલમાં આવેલા રુકમણી ચૈનાની પ્રસુતિ વિભાગમાં દાખલ દર્દીને જોવા માટે આવેલા એક સ્વજનને સિક્યુરિટીનો કડવો અનુભવ થયો હતો.જે મામલે તેઓએ આજે એસએસજીના સુપ્રીતને આવેદનપત્ર પાઠવી સિક્યુરિટી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

એસએસજી હોસ્પિટલમાં દર્દીની મુલાકાતે આવેલા પ્રવીણભાઈ સોલંકી જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારા મોટાભાઈના દીકરાની પત્નીને રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં દાખલ કરેલ હોય હું મુલાકાત કરવા માટે આવ્યો હતો તો ત્યાંના સિક્યુરિટીએ ચપ્પલ કાઢવા માટે કહ્યું હતું. તો મેં જણાવ્યું હતું કે ચપ્પલ અહીંયા બહાર કેવી રીતે કાઢીએ એમ કહેતાની સાથે તે લોકોએ સીધા ધક્કા મારવા માંડ્યા, બિભસ્ત ગાળો બોલવા માંડ્યા અને ગેરવર્તણૂક કરી હતી. જ્યાં ગંદકી હતી લોહી પડ્યું હતું એવામાં ચપ્પલ કાઢવાનું કહી રહ્યા હતા. મને સિક્યુરિટી અંદર પણ જવા ના દીધો.

જેથી મેં આરએમઓ અને સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવા માટે આવ્યો હતો. રૂબરૂ મળ્યો તો એમને મને કીધું કે તમે લેખિતમાં આપો. જેથી કરીને આજે હું લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. અને અહીંના આરએમઓ સુપ્રિટેન્ડન્ટ અને આ કોન્ટ્રાક્ટરો બધા મળેલા છે. યોગ્ય કામ નથી કરી રહ્યા અને એસી રૂમમાં બેસીને દર્દીની હાલત જોવા નથી જતા.ત્યાં ખૂબ જ ગંદી હાલત છે. બાથરૂમમાં પણ કોઈ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. એસએસજીમાં ગુંડાગીરી પણ ચાલે છે. સિક્યુરિટીવાળા નાના માણસોને હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપ પણ પ્રવીણભાઈ સોલંકી એ કર્યા હતા.





Reporter: admin