વડોદરા : રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પાલતુ પ્રાણીઓ નું ધ્યાન રાખવામાં નથી આવ્યુ.

સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા સસલાઓનું જીવન જોખમમાં મુકવામાં આવ્યું છે પ્રાણી પ્રેમી સોનમ બેન એ વિરોધ કર્યો હતો. તારીખ 08 ફેબ્રુઆરી અને 09 ફેબ્રુઆરી ના રોજ વડોદરા ના રિફાઇનરી ટાઉનશિપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ફ્લાવર શો નિહાળવા ખુબજ મોટી પ્રમાણ માં લોકો એકઠા થયા હતા, આ ફ્લાવર શો માં લોકો નું મનોરંજન કરવામાં રિફાઇનરી ના અધિકારીઓ દ્વારા જીવતા 06 જેટલા સસલા મુકવામાં આવ્યા હતા, આ ઘટનાની જાન થતા પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળે પોહચ્યા હતા, અને આ જીવતા સસલા મુકવા બાબતે વિરોધ કર્યો હતો.

તેમને જણાવ્યું હતું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ 06 જીવતા સસલા ને મૂકવું એ સસલાઓના જીવન સાથે ખેલવા બરાબર છે, મોટા મોટા ઘોંઘાટમાં આ સસલાઓને ખુબજ નુકસાન થશે, સોનમ એ તાત્કાલિક રિફાઇનરી ના અધિકારીઓ ને સસલા હટાવવા જાણ કરતા, અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા, અને સોનમ બેનની માફી માંગી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ 06 સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તાર માં મુક્યા હતા, રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા 06 સસલાઓ ની જાણ જોખમ માં મુકતા, પ્રાણી પ્રેમી રોષે ભરાયા હતા, પ્રાણી પ્રેમી સોનમબેન દ્વારા પોલીસ માં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.



Reporter: admin