નવી દિલ્હી : જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે છેલ્લા દોઢ વર્ષમાં ભાજપમાં કોઈ જવાબદારી નહીં મળતાં નિરાશા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું મેં ભાજપના નેતૃત્વને કહ્યું હતું કે મને રાજકીય સંગઠન ચલાવવાનો લાંબો અનુભવ છે તેથી તેમણે મારા અનુભવનો ઉપયોગ કરવો જોઈએ પણ ભાજપની કાર્યશૈલી અલગ છે અને હું તેની પ્રશંસા કરું છું. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારના મહાગઠબંધનમાં જોડાવાના જવાબમાં આરસીપી સિંહને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
પરંતુ જ્યારે નીતીશ જાન્યુઆરી 2024માં એનડીએમાં પાછા ફર્યા ત્યારે આરસીપી પાર્ટીમાં રાજકીય રીતે અલગ પડી ગયા હતા.આરસીપી સિંહે કહ્યું કે હું ભાજપના સભ્યપદથી અલગ થઇ રહ્યો છું અને એટલા માટે જ મેં સભ્યપદ રિન્યૂ નથી કરાવ્યું. તમે મારા ઈરાદા સમજી શકો છો. હું ટૂંક સમયમાં મારી પોતાની રાજકીય પાર્ટી બનાવીશ."
Reporter: admin