વડોદરા : વર્ષોથી ઘાઘરેટીયા વિસ્તાર માં રહેતા રહીશોની હાલત કફોડી બને છે .ઘાઘરેટીયા રેલવે ગરનાળામાંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો માટે જોખમી બન્યો છે.

નજીવા વરસાદમાં પણ રૂપારેલ કાંસના પાણી નાળામાં ફરી વળતા રહીશો માટે રસ્તો બંધરહે છે .સ્કૂલે જતા બાળકોને પણ જોખમી રેલવે ટ્રેક ક્રોસ કરીને સ્કૂલેજવું પડે છે. જોખમી રેલવે ટ્રેક ક્રોસ કર્યા બાદ પણ ઢાળ ઉતરતા માટીમાં ચીકાશ હોય પડી જવાનો ડર રહે છે.સીનીયર સીટીઝનનોને પણ રેલવે ટ્રેક ક્રોસ કરી નીચે બેસીને ઉતરવો ઢાળ પડે છે.

સ્થાનિક રહીશોએ બંને પક્ષના કાઉન્સિલર સામે ઠાલવ્યો રોષવર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. કોર્પોરેશન કરોડો રૂપિયાનું બજેટ વિકાસમાં વાપરે છે પરંતુ અહીં વિકાસના નામે મીંડું માત્ર કાગળ પર જ કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.માત્ર ચૂંટણીમાં મત લેવા આવતા હોવાના આક્ષેપ રહીશો કરે છે.




Reporter: admin