News Portal...

Breaking News :

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી

2025-05-10 10:38:37
આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી


અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. 


કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.આ દરમિયાન તાપમાનની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતનાં ભાગોમાં તાપમાન નીચું રહ્યું હતું, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં નીચે ગયેલા તાપમાને આકરી ગરમીથી રાહત આપી હતી. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી ઊંચું હતું તાપમાન નોંધાયું હતું.



રાજ્યનાં ડોલવણ, ગાંધીનગર, ધોળકા, કપરાડા , પાલનપુર, લાખણી, દાંતા, ધરમપુર, નાંદોદ, ભિલોડા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનાં તાલાલા, ગીર ગઢડા, બગસરા, કોટડા સાંગાણી, ખંભાળિયા, ગોંડલ, રાજકોટ, રાજુલા, માણાવદર, તળાજા, જસદણ અને વઢવાણમાં વરસાદ નોંધાયો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યનાં અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ત્યારબાદ ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવના તમામ જિલ્લાઓમાં અને કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

Reporter: admin

Related Post