વડાંપ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા જૂન ૧૯૭૫ માં દેશમાં લાગુ કરાયેલી કટોકટીને બુધવારે સંસદમાં યાદ કરવામાં આવી હતી. જેના વિરુદ્ધ માં સંસદ માં ઠરાવ પસાર કર્યો.
આ બાબતે કોંગ્રેસ ના સાંસદો એ ભારે ધમાલ મચાવી . જેને લઇ કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી . લોકસભા અઘ્યક્ષ ઓમ બિરલા એ આ ઠરાવ ને વાંચવાનું શરુ કર્યું અને ભારત ના ઇતિહાસ માં આ દિવસ ને કાળા દિવસ તરીકે ગણાવ્યો હતો.જેને લઇ કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ નારાજગી વ્યક્ત કરી હતી . કોંગ્રેસ ના મહાસચિવ કે.સી.વેણુગોપાલ દ્વારા પણ કટોકટી વિરુદ્ધ ના ઠરાવ નો વિરોધ કર્યો . તેમનું કેહવું હતું કે લોકસભા અધ્યક્ષ દ્વારા આ કટોકટી ની વાત કહેવી ચોંકાવનારી છે . તેમને કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર જાણીજોઈ આ દિવસ પસંદ કર્યો અને માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે. ઠરાવ પસાર કરતા રાહુલ ગાંધી એ નારાજગી વક્ત કરતા કહ્યું કે આ પ્રસ્તાવ ન લાવવો જોઈતો હતો.
રાહુલ ગાંધી એ I.N.D.I. Alliance ના નેતાઓ સાથે મળી અધ્યક્ષ ઓમ બિરલા ની મુલાકાત કરી હતી સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવ એ પણ કટોકટી ના પ્રસ્તાવ સામે ભાજપ ને નિશાન બનાવ્યું હતું . તેમનું કેહવું હતું કે ભાજપ હાર હંમેશ દેખાડો કરે છે ,તેમનું કેહવું હતું કે તેઓ માત્ર એકલા જેલ માં ગયા ન હતા . સમાજવાદી પાર્ટી ના નેતાઓ એ પણ તે બધું જોયું છે માટે ભાજપે પોતાને હમેષા આગળ ના રાખવા જોઈએ . લોકસભા અઘ્યક્ષ એ કહ્યું કે ૨૬ જજુન , ૧૯૭૫ ના તત્કાલીન કોંગ્રેસ સરકાર માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ કટોકટી લાગુ કરી પુરા રાજ્ય ને જેલ માં ફેરવી નાખી કેટલાક નેતાઓ ને જેલ માં કેદ કરાયા હતા . જયારે ૫૦ માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે તો લોકસભા લોકશાહી અને બંધારણ માટે કટિબદ્ધ છે અને ભાજપ ના સાંસદો એ આ માટે ૨ મિનિટ નું મૌન રાખ્યું હતું . આ બાબતે કોંગ્રેસ ના સાંસદો ઉગ્ર થયા હતા . કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય નેતાઓ સાથે લપકસભા અઘ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી .
Reporter: News Plus