દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કેવી રીતે કુલીઓ પ્લેટફોર્મ પર લોકોની મદદ કરી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અંધકારમય સમયમાં જ માનવતાનો પ્રકાશ સૌથી વધુ ચમકતો હોય છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ દરમિયાન કુલી ભાઈઓએ માનવતાની મિસાલ રજૂ કરતા અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેના માટે હું દેશવાસીઓ તરફથી આજે તેમનો આભાર માન્યો, પરંતુ આવી દુર્ઘટનાઓથી શીખવું જરૂરી છે. ભીડ નિયંત્રણ, આધુનિક ટેકનીકનો ઉપયોગ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈમરજન્સી વ્યવસ્થાઓને મજબૂત કરીને તેને રોકી શકાય છે. આશા છે કે સરકાર આ દિશામાં યોગ્ય પગલાં ભરશે જેથી દરેક વર્ગના મુસાફર સુરક્ષિત મુસાફરી કરી શકે.'
Reporter: admin