વડોદરા : તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહયા છે જે બાદ તાજીયા બેસાડવામાં આવે છે. જે 5 દિવસ બાદ ઠંડા એટલે કે (વિસર્જન) કરવામાં આવે છે. જયારે તાંદલજાના તાજીયા વડોદરા શહેરના સરસીયા તળાવ ખાતે ઠંડા (વિસર્જન) કરવા લઈ જવામાં આવે છે.

જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવા નું સૂચન આપ્યું હતુ. જે બાદ આજ઼રોજ કોર્પોરેશન ના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર LIG ખાતે ના મેદાન માં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.



Reporter: admin