મુંબઈ : અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ભલે દૂર હોય પણ તે દર થોડા સમયે કોઈને કોઈ કરણે લાઈમલાઈટમાં તો આવતી હોય છે.
ક્યારેક ફ્રેન્ડ્સ સાથેના વેકેશનને કારણે તો ક્યારેક પોતાની લવ લાઈફને કારણે. હવે ફરી એક વખત નવ્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ વખતે કારણ છે તેનો લેટેસ્ટ સાડી લૂક. સોશિયલ મીડિયા પર નવ્યાનો આ સાડી લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, પણ લોકોની નજર તેના બ્લાઉઝ પર અટકી ગઈ હતી અને લોકો તેની જ ચર્ચા કરી રહ્યા છે.નવ્યા નવેલી નંદાના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને આ ફોટોમાં નવ્યા ગોલ્ડન બ્લાઉઝ અને રેડ સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. નવ્યાએ પેપ્ઝને એકથી ચઢિયાતા એક પોઝ પણ આવ્યા હતા.
અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ ડોટર નવ્યા પોતાની સાદગી અને સરળતા માટે ખૂબ જ જાણીતી છે. પરંતુ વાઈરલ ફોટોમાં નવ્યાનો ગ્લેમરસ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે.નવ્યાનો આ લેટેસ્ટ લૂક એકદમ રોયલ લાગી રહ્યો છે. સોનાથી જડેલાં બ્લાઉઝ અને રેડ સાડીમાં નવ્યા બ્યુટીફૂલ લાગી રહી છે. નવ્યાએ જાણીતા ડિઝાઈનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આઉટફિટને એકદમ ગ્રેસફૂલી કેરી કર્યો હતો. સાડીનો પાલવ ડ્રોપ કપીને નવ્યાએ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા, જેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.
Reporter: admin







