News Portal...

Breaking News :

શિવજી કી સવારીનું ભવ્ય આયોજન ખર્ચના ૧ કરોડ ચુકવણીની દરખાસ્ત

2025-02-12 14:04:46
શિવજી કી સવારીનું ભવ્ય આયોજન ખર્ચના ૧ કરોડ ચુકવણીની દરખાસ્ત


વડોદરા : શહેરમાં દર વર્ષે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થતું હોય છે. જેનો ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવતો હોય છે 


પરંતુ આ વર્ષે સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ નથી. જેથી ફરાસખાના વિડીયોગ્રાફીની રૂપિયા એક કરોડ જેવી રકમ કોર્પોરેશનમાંથી તસલમાત લઈને ઈજારદારોને ચૂકવવાનું કામ થાય સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે કે અગાઉ ન્યાય મંદિર અને લાલ કોર્ટના કામમાં સ્થાયી સમિતિના મહિલા સભ્ય એ આ કામગીરી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કરવું તેવી જીદ પકડીને ભાજપ સંકલન સમિતિમાં ઠરાવ કરાવ્યો હતો. હવે જોવાનું રહે છે કે શિવજીની સવારીમાં પણ અગાઉ જે રીતે સરકારની ગ્રાન્ટ મળે તેમાંથી નાણાં ચૂકવવા તેવો ઠરાવ કર્યો હતો. તે બાબત દોહરાવશે કે પછી કામને મંજૂરી આપશે તે જોવાનું રહેશે. 


વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી હુસાતૂસીને કારણે વિકાસના અનેક કામો પર સીધી અસર પડતી રહી છે. ત્યારે હવે ધાર્મિક કામને પણ મંજૂરી આપવા મુદ્દે વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતિમાં 'શિવજી કી સવારી'ના કાર્યક્રમ અંતર્ગત મંડપ અને વિડિયો ફોટોગ્રાફીના રૂ.એક કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવા અગાઉ સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી હતી, ત્યારે ભાજપની સંકલન સમિતિએ રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે તેમાંથી શિવજી કી સવારીનો ખર્ચની રકમ ચૂકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તે બાદ સમય વીતી જતા સરકારી ગ્રાન્ટ આવી નહીં અને આ દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ સર્જાયો છે.

Reporter: admin

Related Post