સાધુ-સંતનાં વાગા પહેરી પોતાને અણીશુદ્ધ બતાવવા સોશિયલ મિડિયામાં ફોટા વાયરલ કર્યા આવા બહુરૂપિયા નેતાઓને વડોદરાની જનતા જ નહી,પ્રદેશ સંગઠન પણ ઓળખતું થઈ ગયું છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર ડૂબકી મારીને પોતાના પાપ ધોવાતા હોય છે તેવી માન્યતા અને આસ્થાના કારણે દેશ વિદેશના કરોડો ભાવિકો મહાકુંભ મેળામાં જઇને પવિત્ર સ્નાન કરી આવ્યા છે. પવિત્ર ડૂબકી મારવામાં વડોદરાવાસીઓ પણ છે. જો કે વડોદરાના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ પણ પોતાના જીવનમાં કરેલા પાપો ધોવાઇ જશે એમ માનીને તેઓ પણ કુંભમેળામાં જઇને સ્નાન કરી આવ્યા છે અને પાપ ધોઇ આવ્યા છે. વડોદરા શહેર ભાજપના પ્રમુખપદના ઘણા દાવેદારો પણ પ્રયાગરાજ સંગમ જઇને પવિત્ર ડૂબકી મારી આવ્યા છે. આ દાવેદારો પૈકી ઘણાએ તો પ્રયાગરાજમાં જઇને ગળામાં રુદ્રાક્ષની માળા અને સાધુ સંતો જેવો વેષ ધારણ કર્યો હતો તેવી તસવીરો જોઇને વડોદરાવાસીઓ પણ હસી રહ્યા છે. આ નેતાઓએ તો અમે પોતે સંગમમાં નાહી લીધું છે એટલે હવે અમારા તમામ પાપ ધોવાઇ ગયા છે અને હવે અમે વડોદરા શહેર પ્રમુખ પદ માટે લાયક બની ગયા છે તેવું માની પણ લીધું છે.

હવે તો કુંભમેળાનું 26 તારીખે છેલ્લુ સ્નાન થશે અને સમાપન થશે પણ છેલ્લે છેલ્લે જે દાવેદારો જઇ આવ્યા તેમણે તો વીઆઇપી ટુર કરી છે. માંજલપુરના એક કદાવર નેતા કે જે 138ના કેસમાં સજા પામેલા તે પણ સંગમમાં ડૂબકી લગાવીને પાપ ધોઇ આવ્યા છે., ઘણા કોર્પોરેટરો પણ સંગમમાં સ્નાન કરીને પવિત્ર બની ગયા છે. શહેરના મોટાભાગના નેતાઓએ મહાકુંભ મેળાનો ફાયદો ઉઠાવીને પોતાના પાપ ધોઇ નાખ્યા છે અને હવે વડોદરા આવીને પોતે પવિત્ર હોવાની શેખી મારી રહ્યા છે પણ એવું કોઇ બોલતું નથી કે અમે હવે ભ્રષ્ટાચાર નહી કરીએ અને ભ્રષ્ટાચાર કરવા પણ નહી દઇએ, આવું કહી શકાય તેમ નથી કારણ કે તેના વગર તેમનો ક્યાંય મેળ પડે તેમ પણ નથી. જો ફરી પાપ થશે તો ગંગા સ્નાન કરી આવીશું ભલે કુંભમેળો પૂર્ણ થઇ ગયો હોય કારણ કે માન્ય.તા છે કે ગંગા સ્નાન કરવાથી પણ પાપ તો ધોવાઇ જ જશે એટલે આ નેતાઓ નિશ્ચીંત છે કે ભલે પાપ થઇ જાય. અને ગંગા સ્નાન કરીને પવિત્ર થઇ જઇશું. શહેર પ્રમુખના દાવેદારો તો પવિત્ર ડૂબકી મારીને એક જ આશા રાખી રહ્યા છે કે પ્રમુખ પદની ચિઠ્ઠીમાં તેમનું નામ નીકળે તો બેડો પાર થઇ જાય



Reporter: admin