વડોદરા : ઓનલાઇન ઓર્ડર ના આધારે ઝડપથી ગ્રાહકોને ફૂડ પહોંચાડવાની લાયમાં ટ્રાફિક સિગ્નલ નો ભંગ કરતા બે ફૂડ ડીલેવરી બોય સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે .
ટ્રાફિક ડીસીપીના ધ્યાનમાં આવ્યું હતું કે ઓનલાઈન ફુલ ડીલેવરી કરતા ડીલેવરી બોય દ્વારા ટ્રાફિક સિગ્નલો નો ભંગ કરીને વાહન દોડાવવામાં આવે છે. જેથી બે પોઇન્ટ પર ઊભા રહેલા ટ્રાફિક પોલીસના જવાનોને આ અંગે સૂચના આપવામાં આવી હતી
ગઈકાલે દાંડિયા બજાર તરફથી ટ્રાફિક સિગ્નલ પણ કરીને આવતા કૃષ્ણકાંત પ્રહલાદભાઈ બારીયા રહેવાસી સહયોગ નગર ન્યુ વીઆઈપી રોડ કારેલીબાગને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે. આજ રૂટ પર જતાં વધુ ડિલિવરી બોય હદીસરાવ શરીફ રાવ રાણા રહેવાસી શિવનિવાસે એપાર્ટમેન્ટ ગોત્રીની સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
Reporter: admin