News Portal...

Breaking News :

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં પોલીસ નિષ્ફળ

2025-04-22 12:32:09
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં પોલીસ નિષ્ફળ


અમદાવાદ : રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


આમ છતાં પોલીસ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. વીડિયો કેટલાક અસામાજિક તત્વો લાકડી અને છરી સાથે જોવા મળે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. 


અસામાજિક તત્ત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લેતાં સ્થાનિક રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કોઇ અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ મામલે વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Reporter: admin

Related Post