News Portal...

Breaking News :

ચીનના વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન બોમ્બ વિકસાવ્યો :ચાંદી જેવા દેખાતા પાવડરમાંથી હાઇડ્રોજન બોમ્બ તૈયાર કર્યો

2025-04-22 12:29:30
ચીનના વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન બોમ્બ વિકસાવ્યો :ચાંદી જેવા દેખાતા પાવડરમાંથી હાઇડ્રોજન બોમ્બ તૈયાર કર્યો


દિલ્હી : ચીનના વૈજ્ઞાનિકોએ એવો હાઇડ્રોજન બોમ્બ વિકસાવ્યો છે તે અણુબોમ્બથી પણ વધારે ખતરનાક છે, પણ તેમા જરા પણ રેડિયેશન જ નથી. તેમા યુરોનિયમ અને પ્લુટોનિયમ જેવા કોઈપણ પરમાણુ પદાર્થ નથી. 


એક રિસર્ચ મુજબ ફક્ત બે કિલો વજનવાળા આ બોમ્બે 100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનવાળો આગનો ગોળો બનાવી દેતા આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. આગનો આ ગોળો સળંગ બે સેકન્ડ સુધી સળગતો રહ્યો હતો. આ બોમ્બ પરમાણુ બોમ્બ જેવો નથી, પણ તેના જેવી વિનાશલીલા કરી શકે છે ખરો. ચીને ચાંદી જેવા દેખાતા એક પાવડરમાંથી આ હાઇડ્રોજન બોમ્બ તૈયાર કર્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ આ પરીક્ષણ એક ખાસ પ્રકારના હાઇડ્રોજન પર આધારિત ઉપકરણ પર કરવામાં આવ્યું, જેનાથી જબરદસ્ત કેમિકલ ચેઇન રિએકશન શરૂ થઈ. 


તેના પરિણામે ૧,૦૦૦ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનવાળી આગવાળો મોટો ગુબ્બારો સળંગ બે સેકન્ડ સળગતો રહ્યો. આ સમયગાળો પરંપરાગત વિસ્ફોટોની તુલનાએ ૧૫ ગણો વધારે છે.આ હાઇડ્રોજન બોમ્બ પરમાણુ સામગ્રી વગર જ બનાવવામાં આવ્યો. તેના વિસ્ફોટ પાછળ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ નામનું એક ચાંદી જેવો દેખાતો પાવડર હતો. તેને પહેલા તે વિસ્તારોમાં હાઇડ્રોજન લઈ જવા માટે બનાવાયો હતો જ્યાં વીજળી પહોંચતી નથી. હવ તેનો ઉપયોગ શસ્ત્રોમા પણ થઈ રહ્યો છે.

Reporter: admin

Related Post