News Portal...

Breaking News :

વાઘોડિયા ડભોઇ રિંગ રોડ વ્રજ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગના વરઘોડોમાં ફટાકડા ફોડતા પોલીસે અટકાયત કરી

2025-05-11 16:46:14
વાઘોડિયા ડભોઇ રિંગ રોડ વ્રજ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગના વરઘોડોમાં ફટાકડા ફોડતા પોલીસે અટકાયત કરી



વડોદરા : ભારત - પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વણસી રહી છે. જેના પગલે વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી વડોદરામાં 15મી મે સુધી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે બીએનએસ- 2023ની કલમ 223 મુજબ કાર્યવાહી કરવા નિર્દેશ છે. ત્યારે વડોદરામાં ગતરાત્રે 11:00 વાગ્યે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ એસએસવી શાળાની સામે મહેશનગર ચાર રસ્તા પાસે આવેલ વ્રજ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગના વરઘોડોમાં જેમાં મુકેશ રામઅભિલાષ કનોજીયા (રહે -ગોમતીપુરા ,ગોકુળ નગર ,પાણીની ટાંકી પાસે, ગાજરાવાડી) જાહેરનામાનો ભંગ કરીને આકાશી ફટાકડા ફોડતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Reporter: admin

Related Post