ઓઇલ કંપનીઓની ખોટ ભરપાઇ માટે ઈંધણ મોંઘું થવાની શક્યતા, ₹5 સુધીનો વધારો થઈ શકે
રિપોર્ટ મુજબ સરકારી ઓઇલ કંપનીઓને દરરોજ લગભગ ₹610 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભાવ સુધારાની શક્યતા વધી છે. જો કાચા તેલની કિંમતો ઊંચી રહે તો કુલ વધારો ₹10 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.વિશ્લેષકોનું માનવું છે કે ઈંધણના ભાવમાં વધારો થવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે, જેના કારણે ખાદ્યપદાર્થો સહિત જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થઈ શકે છે અને મોંઘવારી પર સીધી અસર પડશે.એલપીજી અને એવિએશન ફ્યુઅલમાં પણ નોંધપાત્ર નુકસાન ચાલુ રહેતા સમગ્ર ઊર્જા ક્ષેત્ર પર દબાણ વધ્યું છે.
Reporter: admin







