રાજ્યમાં પરીક્ષા ફરી મુલતવી: તંત્રનો નિર્ણય, હજારો વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોગ દિવસના કારણે મુલતવી, નવી તારીખ બાદમાં જાહેર થશે
ગાંધીનગર: રાજ્યમાં વધુ એક સરકારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 303/2025-26 અંતર્ગત યોજાનારી મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.આ પરીક્ષા 21 જૂન 2026ના રોજ સવારના સત્રમાં યોજાવાની હતી, પરંતુ તે હવે વિશ્વ યોગ દિવસના કારણે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ માહિતી જાહેર કરી છે.
મંડળના જણાવ્યા મુજબ, પરીક્ષાની નવી તારીખ અંગેની માહિતી પછીથી જાહેર કરવામાં આવશે.આ પહેલા પણ GPSC દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 માટે 250થી વધુ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર (સિવિલ) માટે સૌથી વધુ 200 જગ્યાઓનો સમાવેશ થાય છે.આ ભરતીમાં સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ સહિત વિવિધ વિભાગોમાં ટેકનિકલ અને વહીવટી પોસ્ટોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને વધુ વિગતો માટે GPSCની અધિકૃત વેબસાઇટ તપાસવા સૂચના આપવામાં આવી છે.
Reporter:







