News Portal...

Breaking News :

GSRTCમાં મોટી ભરતી: ડ્રાઈવર અને કંડકટર પદો માટે નવી તક, મહિલા ઉમેદવારોને વિશેષ લાભ

2026-06-06 14:07:20
GSRTCમાં મોટી ભરતી: ડ્રાઈવર અને કંડકટર પદો માટે નવી તક, મહિલા ઉમેદવારોને વિશેષ લાભ


GSRTCમાં મોટી ભરતી: ડ્રાઈવર અને કંડકટર પદો માટે નવી તક, મહિલા ઉમેદવારોને વિશેષ લાભ

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડકટર પદો માટે બંપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોના વિરોધ બાદ સરકારે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ કરીને હવે સરકારી ધારાધોરણ મુજબ કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો છે.કુલ 8919 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડકટર પદોનો સમાવેશ થાય છે. ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઑનલાઈન અરજી કરી શકશે. આ ભરતીમાં ઉમેદવારોને રૂ. 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે.

ડ્રાઈવર પદ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. પુરુષ ઉમેદવારો માટે ભારે વાહન ચલાવવાનો 4 વર્ષનો અનુભવ અને માન્ય લાયસન્સ ફરજિયાત છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે ખાસ છૂટ આપવામાં આવી છે. મહિલાઓ પાસે માત્ર માન્ય હેવી લાયસન્સ હોય તો પણ તેઓ અરજી કરી શકશે. તેમને ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર પર 2 મહિનાની ખાસ તાલીમ આપવામાં આવશે.કંડકટર પદ માટે પણ ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે, તેમજ માન્ય કંડકટર લાયસન્સ ફરજિયાત રહેશે.ઉમર મર્યાદા 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે, જેમાં અનામત વર્ગને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. અરજી પ્રક્રિયા 6 જૂનથી શરૂ થશે અને 5 જુલાઈ સુધી ચાલુ રહેશે.

Reporter: admin

Related Post