રસોડું મોંઘવારીની આગમાં: ગેસ સિલિન્ડર 29 રૂપિયા વધુ મોંઘો
ન્યૂઝ એજન્સી PTIના સૂત્રો મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જા ખર્ચમાં વધારો અને ઘરેલુ વેચાણ પર થતો નુકસાન મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. સરકારી તેલ કંપનીઓને પ્રતિ સિલિન્ડર આશરે ₹703નું નુકસાન થતું હોવાનું જણાવાયું છે. ભાવ વધારો છતાં આ નુકસાનનો માત્ર આંશિક ભાગ જ પૂરો થઈ શકશે.આ ઉપરાંત અગાઉ પણ 2025 અને 2026 દરમિયાન LPG સહિત પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત વધારો નોંધાયો છે. તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થતા મોંઘવારીનો દબાણ વધુ વધ્યો છે.
Reporter: admin







