અભિજિત દીપકેનો સરકારને સીધો પડકાર: ‘પોસ્ટ હટાવી શકો, અવાજ નહીં દબાવી શકો’
CJP દ્વારા આજે જંતર-મંતર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન જાણીતા શિક્ષણ સુધારક અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ પ્રદર્શનને સમર્થન આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા.સોનમ વાંગચુક લદ્દાખના જાણીતા શિક્ષણ સુધારક, ઇનોવેટર અને પર્યાવરણ કાર્યકર્તા છે. તેઓ SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh)ના સ્થાપક ડિરેક્ટર છે, જે લદ્દાખી યુવાનોને વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા તાલીમ આપે છે.દિલ્હીમાં આ પ્રદર્શનને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર બની શકે છે.
Reporter: admin







