News Portal...

Breaking News :

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર વિશેષ ફોકસ

2026-06-06 17:22:05
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર વિશેષ ફોકસ


વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર વિશેષ ફોકસ

વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભૂ-રાજકીય તણાવના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્થિક સલાહકાર સમિતિ (PM-EAC) સાથે એક મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ભારતની આર્થિક ગતિ જાળવવા અને બાહ્ય આંચકાઓ સામે અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રો મુજબ, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક એનર્જી બજાર, સપ્લાય ચેઈન અને વેપાર માર્ગો પર પડી રહેલા પ્રભાવનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં તેલ અને ગેસ પુરવઠા પર વધતા દબાણ અને વૈશ્વિક મોંઘવારીના જોખમોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ભારત પોતાની ઉર્જા જરૂરિયાત માટે મોટાભાગે આયાત પર આધારિત હોવાથી સરકાર દ્વારા આ ક્ષેત્રમાં પુરવઠા સુરક્ષા અને વિકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સુરતમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના કાર્યક્રમમાં આપેલા સંબોધનનો પણ ઉલ્લેખ ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેમણે વર્તમાન સમયને “આફતોનો દાયકો” ગણાવ્યો હતો અને વૈશ્વિક સંકટોની શ્રેણીબદ્ધ અસરનો ઉલ્લેખ કર્યો હતો.પીએમ મોદીએ આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે બાહ્ય જોખમો ઘટાડવા માટે દેશે ઉર્જા, ઉત્પાદન અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્વનિર્ભરતા તરફ આગળ વધવું જરૂરી છે.સાથે જ બેઠકમાં દેશમાં રોકાણ વધારવા, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સુધારાઓ પર પણ ચર્ચા થઈ હતી. સરકારી નિયમોની સરળતા, પ્રક્રિયાઓના ડિજિટલાઇઝેશન અને સેવા વિતરણને વધુ કાર્યક્ષમ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post