News Portal...

Breaking News :

લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારની પસંદગી કરી: મુર્મૂ

2024-06-27 12:18:28
લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારની પસંદગી કરી: મુર્મૂ


નવી દિલ્હી :પોતાના અભિભાષણમાં પેપર લીકની ઘટનાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 'પરીક્ષામાં કોઈપણ પ્રકારનો અવરોધ યોગ્ય નથી. પેપર લીકની ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડકમાં કડક સજા આપવાનું કામ સરકાર કરી રહી છે. 


આ પહેલા પણ ઘણા રાજ્યોમાં પેપર લીકના કિસ્સા સામે આવ્યા છે. આની સામે આપણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવું પડશે. બંને ગૃહના સયુક્ત સંબોધન દરમિયાન એરલાઈન્સનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ મુર્મૂએ કહ્યું કે 'એપ્રિલ 2014માં માત્ર 209 એરલાઈન્સ હતી, પરંતુ તેની સંખ્યા વધીને 605 થઈ ગઈ. સરકારે દરેક ગામડામાં રસ્તાઓ બનાવ્યા. 'આ સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભોને સમાન મહત્વ આપી રહી છે. ઉત્પાદન, સેવાઓ અને કૃષિ. પીએલઆઈ યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. 


પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત, સૂર્યોદય ક્ષેત્રોને પણ મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.'સરકારે ખરીફ પાકના MSPમાં પણ વધારો કર્યો છે. આપણે વધુ ને વધુ આત્મનિર્ભર બનીએ એ વિચારને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવી છે. આજકાલ વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ભારતીય ખેડૂતો પાસે આ માંગને પહોંચી વળવાની અપાર ક્ષમતા છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે 'આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારની પસંદગી કરી છે. લોકોએ ત્રીજી વખત સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

Reporter: News Plus

Related Post