શહેરમાંથી દારુનો જથ્થો પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેર પીસીબી પોલીસે હાઇવે પર કન્ટનરમાંથી 14.88 લાખનો દારુ પકડી પાડ્યો હતો અને એક શખ્સની અટકાયત કરી હતી.
શહેર પીસીબી પોલીસને બાતમી મળી હતી કે હાઇવે પર હોટલ કન્ફર્મ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલા રોડની સાઇડમાં એક કન્ટેનર ઉભુ છે અને તેમાં દારુનો જથ્થો છે જેથી પોલીસની ટીમ ત્રાટકી હતી. પોલીસ પહોંચી ત્યારે કન્ટેનર સાથે તેનો ડ્રાઇવર મળી આવ્યો હતો. પોલીસે કન્ટાનર ચેક કરતા લોખંડના સામાનની આડમાં ભરીને લવાયેલો દારુનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારુની 10848 નંગ બોટલો (કિંમત 1488000 રુપિયા) જપ્ત કરીને ડ્રાઇર સાકીર નિયાઝખાન (રહે, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો પોલીસે દારુ, કન્ટેનર સહિતનો અન્ય સામાન મળીને 46 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ દારુનો જથ્થો ક્યાંથી તોણે મોકલ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.
Reporter: admin