તા.૧૧.૦૪.૨૦૨૫,શુક્રવાર ના ચૈત્ર સુદ-૧૪ ના દિવસે નાગર જ્ઞાતિ ના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ ના પાટોત્સવ ની ઉજવણી સમય લોન્સ,એડવેન્ચર પાર્ક પાછળ,પ્રિયા સિનેમા રોડ, સેવાસી, વડોદરા ખાતે સમસ્ત નાગર મંડળ (પ.વિ) તેના ૨૦૦૦ કરતાં વધુ સભ્યો માટે કરવામાં આવશે.
નાગર સભ્યોની હાજરીમાં પુજા વિધિ કરવામાં આવશે,ત્યારબાદ સાંજે ૬.૧૫ કલાકે પોલીસ બેન્ડ સાથે રવાડી (શોભાયાત્રા) નું આયોજન કરવામાં આવ્યું છે.રવાડી પરત ફરતા “સમય લોન્સ” માં સમુહ માં હાટકેશ સ્તુતિ અને ભજન નું ગાન થશે.ત્યાર બાદ સંસ્થા ના પ્રમુખ દેવાંશુ વૈષ્ણવ સ્વાગત પ્રવચન કરશે.હાજર તમામ સભ્યો હાટકેશ દાદા ની પ્રસાદી લેશે.
Reporter: admin