News Portal...

Breaking News :

જેન-ઝીના આક્રોશ બાદ પારુલ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ.

2026-08-18 10:40:14
જેન-ઝીના આક્રોશ બાદ પારુલ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ.

અગાઉ દિલ્હીમાં જોવા મળેલા 'Gen Z' આંદોલનની જેમ જ વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના ઉગ્ર આક્રોશ સામે યુનિવર્સિટી તંત્રનો પાયો હલી ગયો છે. વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવા માટે આખું પારુલ કેમ્પસ સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસ અને બાઉન્સરોની ફોજ સાથે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ પર સિક્યુરિટી દ્વારા બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. લાખો રૂપિયાની ફી વસૂલતી આ ખાનગી યુનિવર્સિટી પોતાના કૌભાંડો અને અસ્વચ્છ ભોજન સામે અવાજ ઉઠાવનારા માસૂમ વિદ્યાર્થીઓને ગુનેગારની જેમ ટ્રીટ કરી રહી છે, જેનાથી સમગ્ર રાજ્યભરમાં વિરોધનો સૂર ઊઠ્યો છે.

સોશિયલ મીડિયા પર અત્યારે એક સનસનાટીભર્યો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને વિદ્યાર્થીઓ વચ્ચે તીખી બહસ જોવા મળી રહી છે. વીડિયોમાં એક વિદ્યાર્થી સિક્યુરિટી વાળાને સ્પષ્ટ સવાલ પૂછતો સંભળાય છે કે, "તમે તમારું આઈડી કાર્ડ શર્ટની અંદર કેમ નાંખી દો છો? વીડિયો રેકોર્ડ ન કરવા માટે દબાણ કેમ કરો છો?" વિદ્યાર્થીએ સામો પ્રહાર કરતા કહ્યું કે, "તમે મને આઈડી કાર્ડ પહેરવાનું કહી શકો છો, પણ હું વીડિયો કેમ રેકોર્ડ ન કરી શકું? તમારા પેલા સિનિયર ટકલા વાળા અને બુલેટ લઈને ફરતા અંકલ ક્યાં ગયા? આ બધું તેમનું જ ઉપજાવી કાઢેલું દિમાગ છે! જો તાકાત હોય તો તેઓ જાતે ફ્રન્ટ લાઈનમાં કેમ નથી આવતા?"

'Gen Z ઝિંદાબાદ'ના નારા સાથે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્રની તાનાશાહી સામે ખુલ્લો મોરચો માંડી દીધો છે. હોસ્ટેલની મેસના ભોજનમાંથી વંદો નીકળવાના બનાવ બાદ અને સિક્યુરિટી દ્વારા આડેધડ લાઠીચાર્જ પછી વિદ્યાર્થીઓનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળતાં, રજિસ્ટ્રાર અને તંત્ર દ્વારા ઉતાવળે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં વિદ્યાર્થીઓએ મેસ અને કિચનમાં સ્વચ્છતા જાળવવા, કોમન ટોયલેટ અને વોશરૂમની રોજિંદી સફાઈ કરવા, રેક્ટર અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સન્માનપૂર્વક અને મૈત્રીપૂર્ણ વર્તન કરવા તેમજ મેસના મેનૂમાં જરૂરી ફેરફાર કરવા અંગેની કડક રજૂઆતો અને સૂચનો તંત્ર સમક્ષ મૂક્યા હતા.

આ બેઠક બાદ યુનિવર્સિટીએ એવું ગોળ-ગોળ આશ્વાસન આપ્યું છે કે તમામ સૂચનો નોંધાઈ ગયા છે અને તેના પર તબક્કાવાર કામ કરવામાં આવશે. પરંતુ આ બેઠક અને ચર્ચાનો સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો એ છે કે તેમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારા, આતંક મચાવતા સિક્યુરિટી સ્ટાફ કે દૂષિત ભોજન પીરસનારા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કડક કાર્યવાહી, દંડ કે શિસ્તભંગના એક્શનની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

મેસમાંથી વંદો નીકળવા જેવા ગંભીર આરોપો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાઓ પર પડદો પાડવા માટે યુનિવર્સિટીએ માત્ર વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે બેઠકના નાટકો કરીને અને મીઠા-મીઠા બોલ બોલીને સુધારા કરવાની ખાતરી આપીને પલ્લું ઝાડી લીધું છે. કોઈ જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લીધા વિના માત્ર વાતો અને આશ્વાસનો આપીને યુનિવર્સિટી મેનેજમેન્ટ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓમાં આક્રોશ સમવાનું નામ નથી લઈ રહ્યો.


મસમોટી ફી છતાં પાયાની સુવિધા નહીં: પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો આક્રોશ

વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી ખાનગી પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક રૂ. 2.5 લાખથી 5 લાખ સુધીની મસમોટી ફી વસૂલતી આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી કે સ્વચ્છ હોસ્ટેલ જેવી પાયાની સુવિધાઓ પણ મળતી ન હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગઈ કાલે અટલ ભવન હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી કોકરોચ નીકળતા લાંબા સમયથી ઉકળતો વિદ્યાર્થીઓનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. લાખો રૂપિયા ઉઘરાવતી આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં યોગ્ય વોટર ફિલ્ટર સુદ્ધાં મુકવામાં આવ્યા નથી, જેના કારણે રાત્રે 9 વાગ્યે વિદ્યાર્થીઓએ પીવાના પાણી માટે કેમ્પસની બહાર જવું પડે છે. હોસ્ટેલના રૂમોમાં ભારે ભેજ, ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે, જ્યારે મેસના ભોજનમાં અગાઉ પણ જીવડાં અને વાળ નીકળવાની અનેક ફરિયાદો ઊઠી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો.

લાખોની ફી વસૂલે છે, પણ પીવાનું ચોખ્ખું પાણી પણ મળતું નથી

વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી ખાનગી પારુલ યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં સપડાઈ છે. વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક બેથી અઢી લાખ રૂપિયા સુધીની મસમોટી ફી વસૂલતી આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી કે સ્વચ્છ હોસ્ટેલ જેવી પાયાની સુવિધાઓ પણ મળતી ન હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગઈ કાલે અટલ ભવન હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી કોકરોચ નીકળતા લાંબા સમયથી ઉકળતો વિદ્યાર્થીઓનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. લાખો રૂપિયા ઉઘરાવતી આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં યોગ્ય વોટર ફિલ્ટર સુદ્ધાં મુકવામાં આવ્યા નથી, જેના કારણે રાત્રે 9 વાગ્યે વિદ્યાર્થીઓએ પીવાના પાણી માટે કેમ્પસની બહાર જવું પડે છે. હોસ્ટેલના રૂમોમાં ભારે ભેજ, ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે, જ્યારે મેસના ભોજનમાં અગાઉ પણ જીવડાં અને વાળ નીકળવાની અનેક ફરિયાદો ઊઠી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો.

પારુલ યુનિ.ની તાનાશાહી અને આપખુદશાહી સામે ઉગ્ર મોરચો

આજે વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓએ મેનેજમેન્ટની તાનાશાહી અને આપખુદશાહી સામે ઉગ્ર મોરચો માંડ્યો છે. પાયાની સુવિધાઓ કે હાઈજીન અંગે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને શિસ્તના નામે ટાર્ગેટ કરીને સસ્પેન્ડ કરવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્ટેલ ખાલી કર્યા પછી અને એક પણ લેક્ચર કે પરીક્ષા ન આપી હોવા છતાં, બીજા સેમેસ્ટરની રૂ. 80 હજાર ફી માગીને તેનું એલસી રોકી રાખવામાં આવ્યું છે. જ્યારે તે રજૂઆત કરવા ગયો ત્યારે તેનો મોબાઈલ ફોન બહાર મુકાવી દેવાયો હતો અને ત્રણ સિક્યોરિટી ગાર્ડ મૂકીને ડરાવી-ધમકાવી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. યુનિવર્સિટી તંત્ર દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરીને વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવાનો રીતસરનો પ્રયાસ થઈ રહ્યો છે.

યુવરાજસિંહ જાડેજાના ગંભીર આરોપો

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે મીડિયા સમક્ષ યુનિવર્સિટી તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, પારુલ યુનિવર્સિટી કાઉન્સિલર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ મારફતે મોટી ઓફરો આપી સારા વીડિયો બનાવીને ખોટી જાહેરાતો કરાવે છે, પરંતુ તે ક્યારેય પોતાની ટીકા કે સત્ય સહન કરી શકતી નથી. ગઈ કાલે ઘટના બન્યા બાદ વિરોધ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકનાર વિદ્યાર્થીઓના મોબાઈલ પર મેસેજ મોકલીને તત્કાળ તમામ પોસ્ટ ડિલીટ કરવા અને અન્યથા શિસ્તભંગની કડક કાર્યવાહી કરવાની ધમકીઓ આપવામાં આવી છે. બંધારણે આપેલા અભિવ્યક્તિના અધિકાર પર તરાપ મારીને વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને અવાજ ઉઠાવનારાઓના ઘરે જઈને દબાણ લાવવામાં આવી રહ્યું છે.

કડક તપાસની માંગ

ઉલ્લેખનીય છે કે, પારુલ યુનિવર્સિટીનો વિવાદો અને કૌભાંડો સાથે જૂનો નાતો રહ્યો છે. અગાઉ 2023માં B.Tech પેપર લીક પ્રકરણ, 2024માં ગેરકાયદેસર એડમિશન કૌભાંડ અને જુલાઈ 2026માં નકલી ચલણી નોટોના પ્રકરણોમાં પણ આ યુનિવર્સિટીનું નામ ચર્ચાઈ ચૂક્યું છે. આ ઉપરાંત કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓના વિવાદો, મારામારી તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઇવના અકસ્માતોના બનાવો પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. શિક્ષણના નામે માત્ર વેપલો ચલાવતા, લાખો રૂપિયા ધસડીને વિદ્યાર્થીઓનું શોષણ કરતા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સંચાલકો સામે રાજ્યનું શિક્ષણ વિભાગ અને તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ હવે સમગ્ર વડોદરા અને રાજ્યભરમાં ઉગ્ર બની છે.

યુનિવર્સિટીએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. 

વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અને મેસની વ્યવસ્થા અંગે કેટલીક સમસ્યાઓ અને સૂચનો આપ્યા હતા.

મુખ્ય સૂચનોમાં:

મેસ અને કિચનની સફાઈ અને હાઈજિન વધુ સારી બનાવવી.

કોમન ટોયલેટ અને વોશરૂમની સફાઈ તથા જાળવણી સુધારવી.
રેક્ટર અને સિક્યુરિટી સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે વધુ સન્માનપૂર્વક, જવાબદારીપૂર્વક અને વિદ્યાર્થીમૈત્રીપૂર્ણ વર્તન કરે.
મેસના મેનૂમાં વિદ્યાર્થીઓની કેટલીક સૂચનાઓ અને ફેરફારોને ધ્યાનમાં લેવા.
યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ આપેલા સૂચનો નોંધવામાં આવ્યા છે અને સંબંધિત ટીમો તેના પર તબક્કાવાર અને સમયસર કામ કરશે. કેટલાક સુધારા તાત્કાલિક કરવામાં આવશે, જ્યારે કેટલાક માટે આયોજન જરૂરી હોવાથી ધીમે-ધીમે અમલ કરવામાં આવશે.
સાથે જ યુનિવર્સિટી હોસ્ટેલ અને મેસની વ્યવસ્થાની નિયમિત સમીક્ષા કરતી રહેશે, જેથી સુધારાઓ જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુરક્ષિત, સન્માનજનક અને આરામદાયક વાતાવરણ મળી રહે.

જો કે, મહત્વની વાત એ છે કે આ સમગ્ર વાતચીત બાદ યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ, આ તાજેતરમાં બનેલા બનાવ મામલે પારુલ યુનિ. દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી, દંડ કે જવાબદાર વ્યક્તિ સામેની કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી. આ મુખ્યત્વે વિદ્યાર્થીઓના સૂચનો સ્વીકારીને હોસ્ટેલ-મેસ સેવાઓમાં સુધારો કરવાની ખાતરી આપતી નોટિસ છે.

Reporter: admin

Related Post