વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની સૂચના તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ફતેગંજ અને અલકાપુરી વિસ્તારમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા યુનિટોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું.

ચેકિંગ દરમિયાન કુલ 3 યુનિટમાં અનહાઇજેનીક કન્ડિશન મળી આવતા વોર્ડ સાથે સંયુક્ત કામગીરી કરીને કુલ રૂ.30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફતેગંજ વિસ્તારમાં આવેલા ‘રેડી ફૂડ (મોમો મન)’ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન સ્વચ્છતાના અભાવે રૂ.15,000નો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે *‘ન્યુ અલકા રેસ્ટોરન્ટ’*માં પણ અનહાઇજેનીક કન્ડિશન મળી આવતા રૂ.10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અલકાપુરી વિસ્તારમાં આવેલી ‘રાજસ્થાન કુલ્ફી’ રિટેલર યુનિટમાં તપાસ દરમિયાન સ્વચ્છતાની સ્થિતિ યોગ્ય ન જણાતા રૂ.5,000નો દંડ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અલકાપુરી વિસ્તારમાં આવેલી ‘રાજસ્થાન કુલ્ફી’ રિટેલર યુનિટમાં તપાસ દરમિયાન સ્વચ્છતાની સ્થિતિ યોગ્ય ન જણાતા રૂ.5,000નો દંડ કરવામાં આવ્યો હતો.

- મહાનગરપાલિકા દ્વારા ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા એકમોમાં સ્વચ્છતા અને હાઇજીન જાળવવા માટે આવી તપાસની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
Reporter: admin







