વડોદરા : શહેરના સોમા તળાવ વિસ્તારમાં કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ઘાઘરેટીયાના રહીશોનો ઘરવિહોણા કરવાની ગેરનીતિનો વિરોધ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સાથે રજૂઆત કરાઇ છે.

વડોદરા શહેરમાં સોમાતળાવ બ્રીજ નીચે કૃષ્ણનગર, ઇન્દીરાનગર તથા ઘાઘરેટીયા આવેલું આ લોકો આ જગ્યાએ છેલ્લા 50 વર્ષ ઉપરાંત થી ત્રણ હજારથી વધુ પરીવારો વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો ચુકવી રહ્યાં છે તથા તેઓના લાઈટબીલ પણ આજ જગ્યાના છે.ત્યારે ગત 17મી ડિસેમ્બરના રોજ અચાનક કેટલાક પાલિકાના અધિકારીઓ આવીને આ લોકોને ઘર ખાલી કરી દેવાની સુચના આપેલી.

કોઈ પણ સામાન્ય માણસ માટે ઘર એટલે તે માણસના જીવન જરૂરિયાત વસ્તુનો અવિભાજ્ય અંગ છે અને સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત છીનવી લેવા માંગે છે જે મુદે સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ જો આવું કોઈ પગલું લેવામાં આવશે તો સ્થાનિકો બુલડોઝર સામે સૂઇ જશે અને કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર તંત્ર રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.




Reporter: admin