આ કેસ ની વિગત એવી છે કે આરોપી રોહિત કાનજીભાઈ રાવળ (રહે- ક્રિસ્ટલ પ્રમુખ ,ગાયત્રી સોસાયટી ની સામે ,ગોત્રી રોડ, ) મહિલા ફરિયાદીના બનેવીના મિત્ર થતા હોય બાળકોની સ્કૂલ ફી અને આર્થિક જરૂરિયાત માટે હાથ ઉછીના રૂ.50 હજારની રકમ રોકડથી આપી હતી. જે રકમ પરત પરત અંગેનો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. જે અંગેનો કેસ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વડોદરા સ્તુતિ દિનેશ કાપડિયાની અદાલતમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ આરોપીને આ ગુનામાં કસૂરવા ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા 50 હજાર દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. તેવી જ રીતે તરસાલી વિસ્તારમાં આવેલ ઈશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મહિલા ફરિયાદી મંજુસર પ્લોટમાં ઇલેક્ટ્રિકલ વેપાર કરે છે. જ્યારે આરોપી કલ્પેશ ગોરધનભાઈ પટેલ (રહે -ભગત શેરી ,માલવણ, સુરેન્દ્રનગર ) પેરામાઉન્ટ એન્જિનિયરિંગના ડાયરેક્ટર હોય ફરિયાદી સાથે આરોપીના ધંધાકીય સંબંધ હોય ફરિયાદીએ આરોપીને જગ્યા ભાડેથી આપી હતી. કરાર મુજબ વર્ષ 2015 થી આજ દિન સુધીનું ભાડું આરોપી તથા બીજા ભાગીદારોએ ચૂકવ્યું નથી. તેમજ આ જગ્યાનો વેરો 15 હજાર તથા લાઈટ બિલ 58 હજાર તથા પાણી વેરો 56 હજાર પણ આરોપીઓએ ભર્યો નથી. આમ કુલ 11 લાખની ચુકવણી બાકી છે. જે રકમ પરત અંગેનો ચેક બેંકમાં ડિપોઝિટ કરતા રિટર્ન થયો હતો. આ અંગેનો કેસ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વડોદરા સ્તુતિ દિનેશ કાપડિયા ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને કસરવા ઠેરવી એક વર્ષની સાદી કેદ અને દંડની 11 લાખની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો. જ્યારે શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા આર કે મિનરલ્સ ના સંચાલક ફરિયાદી શિવ પ્રકાશ દુબે મધ્યપ્રદેશ ખાતે એન . ઓ મેગ્નેજ ઓક્સાઇડ પાવડર ની ફેક્ટરી ધરાવે છે.
આરોપી ગાંધીનગર ખાતે આવેલ ફ્લોર એગ્રો અને તેના ભાગીદાર મહેશ ભટ્ટ (રહે- રાજવી ટાવર, ગુરુકુળ મેમનગર ,અમદાવાદ) મેગનીજ સલ્ફેટ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આરોપીને પોતાના ધંધાર્થે ઓક્સાઈડ પાવડરના રો મટીરીયલ ની જરૂરિયાત હોવાના કારણે ફરિયાદીએ 9.65લાખ નો પાવડર આપ્યો હતો. જે રકમ પરત અંગેના બે ચેક રિટર્ન થતા તેઓએ અદાલતમાં કેસ કર્યો હતો. જે અંગેનો કેસ 18 માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીએસ રાણા ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીઓને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા દંડ પેટે 11લાખ બે માસમાં ભરવાનો હુકમ કર્યો હતો. દંડ પેટે ની રકમ માંથી ફરિયાદીને 10.79 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.
Reporter: News Plus