News Portal...

Breaking News :

પાલિકા દ્વારા નોટિસ અને સીલ મારવાની યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ હોસ્પીટલ, સ્કૂલ ,મલ્ટીપ્લેક્સ અને ડી માર્ટ ને નોટિસ ખોડીયાર નગર નજીક જગદીશ ફરસાણ સીલ

2024-06-01 22:03:40
પાલિકા દ્વારા નોટિસ અને સીલ મારવાની યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ હોસ્પીટલ, સ્કૂલ ,મલ્ટીપ્લેક્સ અને ડી માર્ટ ને નોટિસ ખોડીયાર નગર નજીક જગદીશ ફરસાણ સીલ





મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જે જેવા કે : હોસ્પિટલો, શાળાઓ, ટયુશ કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાકે, મોલ્સ, શો બુમ્સ, ધાવારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિયર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કેસિવિલ / ઇલેક્ટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / બોક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે. કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ સીમી દ્વારા શનિવારનાં રોજ શહેરાના વિવિધ ૪ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.

 



જેમાં ઉત્તર ઝોનમાં કુલ ૩૬૨ સ્થળો પર તપાસ કરી કુલ ૨૧૧ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી કુલ ૧૫૧ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં કુલ ૩૩ સ્થળોની તપાસ કરી ૩૧ સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં કુલ 69 સ્થળોની તપાસ કરી ૦૩ નોટીસ આપવામાં આવી છે અને કુણ વર્ગ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં કુલ ૧૬ સ્થળોની તપાસ કરી. જે પૈકી કુલ ૧૬ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી.
આમ ચારે ઝોનમાં મળી કુલ ૪૧૭ સ્થળોની તપાસ કરી કુલ ૨૪૫ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે કુલ ૧૭૦ એકમોનેને સીલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની 9 ટીમો દ્વારા પણ રોજ હોસ્પીટલ , સ્કુલ, મંગળબજાર, બેંક, શો રૂમ જે પૈકી કુલ ૩૪ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી | ૨૬ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં હતી જ્યારે કુલ ૦૧ એકમને સીલ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા પણ આજ રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ, પ્લે સેન્ટરોની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ ૨૦ મિલકતો તેમજ સરદાર ભવન રાવપુરા વિસ્તારની ૧૭૫ મિલકતો મળી કુલ ૨૦૩ એકમો સહિત કુલ - ૨૧૭ મિલકતો સીલ કરવામાં આવી હતી.



ફાયર વિભાગે 13 હોસ્પિટલમાં 
 મોલ અને સ્કૂલ / ટ્યુશન ક્લાસ માં પણ તપાસ કરવામાં આવી .   
 *હોસ્પિટલ*


1-રિષભ નર્સિંગ હોમ ( સુભાનપુરા ) નોટિસ
2-આચાર્ય નર્સિંગ હોમ ( સુભાનપુરા ) નોટિસ
3- સ્વાસ્થ્ય સુપર સ્પેશિયાલિસ્ટ ( ઇલોરા પાર્ક ) નોટિસ
4-OM મલ્ટી સ્પેશિયાલિસ્ટ ( સુભાનપુરા ) નોટિસ  
 5-પવન હોસ્પિટલ ( સુભાનપુરા ) નોટિસ
 6-બરોડા ન્યુરોકેર હોસ્પિટલ ( અકોટા ) નોટિસ
 7-ક્રિષ્ના હોસ્પિટલ ( પાદરા ) નોટિસ
 8-અભિનંદન હોસ્પિટલ ( પાદરા ) નોટિસ
                 
 1-નવજીવન હોસ્પિટલ ( પ્રોડક્ટિવિટી રોડ ) OK
2-નિર્મલ વુમન હોસ્પિટલ ( સુભાનપુરા ) OK 3-બરોડા હોમિયોપેથિક હોસ્પિટલ ( સુભાનપુરા ) OK
4-વ્રજ રેનું હોસ્પિટલ ( ગોત્રી ) OK
          *સ્કૂલ* 
1- અલ મીયા વિદ્યાલય ( માંજલપુર ) નોટિસ 
2- કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ ( ચાપડ ) નોટિસ
3- SWCHUB TOWER ( ભાયલી ) નોટિસ

*મંગલ બજાર*
મુનશી માર્કેટ ( મંગલ બજાર ) નોટિસ 
સીટી પોઇન્ટ ( મંગલ બજાર ) નોટિસ 
શ્યામ થેલી ભંડાર ( મંગલ બજાર ) નોટિસ 
આરજી ચેમ્બર્સ ( મંગલ બજાર ) નોટિસ 
શ્રીરામ કોમ્પ્લેક્સ ( મંગલ બજાર ) નોટિસ 
 સુપર ફેશન ( મંગલ બજાર ) નોટિસ

 આઈનોક્સ ( રેસકોસ ) નોટિસ 
 પીવીઆર મલ્ટિપ્લેક્સ ( નીમ્બર ) નોટિસ 
 રાજહંસ ( રાવપુરા ) નોટિસ 
 સિનેમાર્ક ( અકોટા ) નોટિસ 
 સિનેમાર્ક વિહાર ( પ્રતાપ નગર ) નોટીસ
 ડી માર્ટ ( સયાજીપુરા ) નોટિસ 
 ડી માર્ટ ( પંડ્યા બ્રિજ) નોટિસ 
 ઇવા મોલ ( માંજલપુર ) નોટિસ
           
*1-જગદીશ ફરસાણ ( ખોડીયાર નગર ) સીલ*
  2-એચડીએફસી બેન્ક અને જીમ ( સંગમ ) નોટિસ

Reporter: News Plus

Related Post