વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ઝોનની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં કમિશનર, ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રિ મોન્સૂન કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
ચોમાસુ દસ્તક દઈ રહી છે ત્યારે ઝોન વાર સંકલનની બેઠક યોજવામાં આવી રહી છે. શનિવારે દક્ષિણ ઝોન કચેરી ખાતે એક બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ટી, ડેપ્યુટી મેયર, દંડક તેમજ કોર્પોરેટર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસુ હવે 10 દિવસમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે હાલમાં ચાલી રહેલી કામગીરીને વેગવંતી બને અને 10 જૂન સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. નગરસેવકો દ્વારા પણ પોતાના વિસ્તારમાં ચોમાસા દરમિયાન જે કનડગત થાય છે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરાંત તમામ નગરસેવકો દ્વારા આ બેઠકને આવકારવામાં આવી હતી અને અવારનવાર આ રીતે બેઠક યોજવામાં આવે તેમ પણ જણાવ્યું હતું. આગામી દિવસોમાં અન્ય ઝોનની બેઠકો પણ યોજવામાં આવશે. શહેરમાં હાલમાં પ્રિ મોન્સૂન કામગીરી 85 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે થોડી ઘણી કામગીરી જે બાકી છે તે પણ આવનાર થોડા જ સમયમાં પૂર્ણ થઇ જશે તેમ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
Reporter: News Plus