સીઉલ, પ્યોગ્યોંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊન અમેરિકા અને તેના સાથીઓ ખાસ કરીને દક્ષિણ કોરિયા સામે ઝનૂને ચઢ્યા છે.
તેઓએ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને જોડતા માર્ગો પૈકીના ઉત્તર કોરિયા તરફના ભાગ તોડી નખાવ્યા છે. આ સાથે દક્ષિણ કોરિયાએ પ્યોગ્યાંગ ઉપર મોકલેલા ડ્રોન વિમાનોને સંઘર્ષના ભાગ તરીકે જણાવતાં કહ્યું છે કે, આથી સંઘર્ષ તીવ્ર બનશે. જ્યારે ઉત્તર કોરિયામાં સર્વે સર્વા બની ગયેલા કીમ જોંગ ઊનના બહેન કીમ યો જોંગે દક્ષિણ કોરિયા તેના રક્ષક રાષ્ટ્ર અમેરિકા તેમના સાથી રાષ્ટ્રો જાપાન વગેરેને ભયંકર ખાના ખરાબીની ખુલ્લી ધમકી આપી દીધી છે.
નિરીક્ષકો કહે છે કે દૂર પશ્ચિમ યુક્રેન-રશિયા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-ઇરાન યુદ્ધે વિશ્વમાં ચિંતા ફેલાવી દીધી છેેે, ત્યારે કીમ જોંગ ઊનના આ પગલાથી વિશ્વ વધુ ચિંતિત બન્યું છે.ઉત્તર કોરિયાએ તો દક્ષિણ કોરિયા સાથેની સરહદે તોપદળ અને ટેન્ક ફોર્સ તથા સેનાની ટુકડીઓ ગોઠવી દીધી છે. તેણે ૧૨૫૦૦ માઇલ સુધી પહોંચે તેવા પરમાણુ બોંબ પણ વહી શકે તેવા મિસાઇલ્સ બનાવી લીધા છે. જે અમેરિકાનાં ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન અને ફલોરિડામાં માયામી સુધી પહોંચી શકે તેમ છે. તેટલું જ નહીં પરંતુ ઉને તો જાહેર કરી દીધું છે કે, જો જરૂર પડશે તો અમે દક્ષિણ કોરિયા ઉપર એટમ બોંબ પણ વાપરતા અચકાશું નહીં.
Reporter: admin