વડોદરા:શહેરમાં બે દિવસ પછી દશામાની પ્રતિમાઓનુ વિસર્જન થવાનું હોય પૂર્વ વિસ્તારમાં આવેલ હરણી-સમાં લિંક રોડ ખાતેના કૃત્રિમ તળાવ પર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને ટીમ દ્વારા તપાસ કરતા જાણવામાં આવેલ કે આ કૃત્રિમ તળાવને કોઈપણ રીતે વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલ નથી.
આ તળાવમાં મગરનો વસવાટ પણ થઈ ગયેલ છે વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે સ્થાનિક વોર્ડ નંબર ૩ ના મહિલા કોર્પોરેટર દ્વારા કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર છુપાવવા માટે એવી જાણ કરવામાં આવેલા હતી કે આ કૃત્રિમ તળાવ પર વિસર્જન ના કરી ને હરણી તળાવ ખાતે વિસર્જન કુંડ પ્રતિમાઓના વિસર્જન માટે રાખેલ છે,પરંતુ એ કુંડ ખાતે ફક્ત ત્રણ થી ચાર ફૂટની મૂર્તિઓનું જ વિસર્જન થઈ શકે એવી વ્યવસ્થા અને ૨૦૦ થી ૩૦૦ મૂર્તિઓનું જ વિસર્જન થઈ શકે એટલી જગ્યા આવેલ છે
ત્યારે પૂર્વ વિસ્તારમાં મોટી મૂર્તિઓની જે સ્થાપના થઈ છે એના વિસર્જન માટેની કોઈ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ નથી અને કૃત્રિમ તળાવ ની હાલત પણ દૈનિક કરી દેવામાં આવેલ છે તારે આવનાર દિવસોમાં વિસર્જન ને ધ્યાનમાં રાખી વિસર્જન કૃત્રિમ તળાવમાં ના કરી હરણી તળાવમાં કરવાની ચીમકી પણ પવન ગુપ્તા એ ઉચ્ચારી હતી.
Reporter: admin