નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા નિરાધાર બાળકો માટે 35 સીલિંગ ફેનનું દાન

વડોદરા: શહેર અને જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા એક સરાહનીય સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. લવાલ ગામે આવેલી મહીપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનમાં આશ્રય લઈ રહેલા નિરાધાર બાળકો માટે 35 સીલિંગ ફેનનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ગ્રુપના સભ્યો આગામી 8 જૂનના રોજ સંસ્થાની મુલાકાત લઈ આ પંખાઓ અર્પણ કરશે. હાલમાં આ સંસ્થામાં અંદાજે 1200 જેટલા નિરાધાર બાળકોને રહેવા, ભોજન અને શિક્ષણની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે જ નિરાધાર વડીલોની પણ સંસ્થા દ્વારા સેવા કરવામાં આવે છે.પવિત્ર અધિક માસ નિમિત્તે ગરમીમાં બાળકોને રાહત મળે અને સમાજમાં સેવાકીય ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ દાન કરવામાં આવી રહ્યું છે.ગ્રુપના આગેવાન કિશોરભાઈ કેસરકરે જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્યો અન્ય સંસ્થાઓ અને દાતાશ્રીઓને પણ પ્રેરણા આપે છે, જેથી જરૂરિયાતમંદોની મદદ માટે વધુ લોકો આગળ આવે.
Reporter: admin







