ISSમાં એર લીકની ઘટના: અવકાશ યાત્રીઓની સ્પેસએક્સ કેપ્સ્યુલમાં સુરક્ષિત શિફ્ટિંગ
આ એર લીક સ્ટેશનના રશિયન સેગમેન્ટમાં આવેલા ઝવેઝદા સર્વિસ મોડ્યુલના ટ્રાન્સફર ટનલ વિસ્તારમાં નોંધાયો હતો. માહિતી મળતાં જ રોસકોસ્મોસના અવકાશયાત્રીઓએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું.નાસાના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ ક્રેક અને લીકેજની સમસ્યાઓ સામે આવી ચૂકી છે. નવી ક્રેક મળ્યા બાદ રોસકોસ્મોસે વધુ વિસ્તૃત સમારકામ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.થોડા સમયના સમારકામ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા નાસાએ ‘સેફ હેવન’ પ્રક્રિયા પૂર્ણ કરી અને અવકાશયાત્રીઓને ફરી સ્ટેશન પર સામાન્ય કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી હતી.
Reporter: admin







