સામગ્રીમાં 1 કપ અડદ ની દાળ, 3 ચમચી ઘઉંનો લોટ, 1 કપ ગોળ, 2 ચમચી ગુંદર, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, ઘી જરૂરિયાત પ્રમાણે, કાજુ અને બદામ ભૂકો, અડધો કપ માવો જરૂરી છે.
અડદની દાળ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સેકી લેવી. ઠંડી પડે એટલે તેને અધકચરી મિક્ષરમાં પાવડર બનાવી લેવો. એક કડાઈમાં ઘઉંનો લોટ અને અડદનો લોટ સેકી લેવો. હવે તેમાં ગુંદરનો પાવડર ઉમેરી લેવો. લોટ સેકાઈ ગયા પછી તેમાં બધા પાવડર અને માવો ઉમેરી બધું મિક્સ કરી સેકી લેવો. હવે તેને ગેસ પરથી ઉતારી ગોળ અને ડ્રાયફ્યૂટનો પાવડર ઉમેરી મિક્સ કરી થાળીમાં ઘી લગાડી ઠારી લેવી. અને તેના પીસ કરી લેવા.
Reporter: admin