સામગ્રીમાં 1 વાડકી રાગીનો લોટ, અડધી વાડકી ઘી, અડધી વાડકી ઘઉંનો લોટ, 1 વાડકી ગોળ, કાજુ અને બદામ કતરણ, 1 ચમચી મગજતરીના બી, જરૂરી છે.
એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં રાગી અને ઘઉંનો લોટ ઉમેરી સેકી લેવો.મિક્ષર થોડુ હલકું થાય એટલે ગેસ બન્ધ કરી દેવો. આ મિક્ષર 15 મિનિટ જેટલાં સમયમાં સેકાઈ જશે. હવે ગેસ બન્ધ કરી ચિણેલો ગોળ ઉમેરી દેવો. બધું મિક્સ થાય એટલે થાળીમાં ઘી લગાડી ઠારી દેવું અને બદામ અને કાજુની કતરણ મુકવી. અને ત્યારબાદ પીસ કરી સર્વ કરી શકાય છે.
Reporter: admin