News Portal...

Breaking News :

અવનવી વાનગી : મિલેટસનું ગ્રીન ખીચું બનાવવાની રીત

2025-05-02 12:33:17
અવનવી વાનગી : મિલેટસનું ગ્રીન ખીચું બનાવવાની રીત


સામગ્રીમાં 1 બાઉલ મિક્સ મિલેટસ લોટ, 1 વાડકી સમારેલા ધાણા, 1 વાડકી સમારેલી પાલક, અડધી વાડકી ફુદીનો, અડધી વાડકી સમારેલું લીલું લસણ, 1 ચમચી મીઠાં લીમડાના પાન, સિંધવમીઠુ સ્વાદ અનુસાર, તેલ જરૂર પ્રમાણે, 1 ચોપ કરેલું લીલું મરચું, 1 ચમચી વાટેલું આદુ જરૂરી છે.



બધી વસ્તુ પાણીથી સાફ કરી મિક્ષર જારમાં ક્રશ કરી લેવું. અને પેસ્ટ બનાવવી. હ્વર આ પેસ્ટને પાણીમાં ઉકાળવી. થોડી વાર ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ ઉમેરવું. આમ કરવાથી ખીચું ખાવામાં નરમ બને છે. હવે આ મિક્ષરમાં થોડો થોડો લોટ ઉમેરી સતત હલાવતા રેહવું જેઠી કોઈ ગાંઠ ન પડે. 


હવે આ લોટને જારી મૂકી બાફવા મુકવો. અને બફાઈ ગયા પછી તેમાં તેલ ઉમેરી સર્વ કરી લેવો.  જો તમને પસન્દ હોયતો ઉપરથી અથાણાંનો મસાલો ભભરાવી શકાય છે.

Reporter: admin

Related Post