વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આજવા થી પાંજરાપોળ સુધી હાઈવેને સમાંતર ૧૨ મીટર ટી.પી. રોડ પર ૩ × ૩ મીટર માપની નવીન વરસાદી ચેનલ (લંબાઈ: ૧૬૫૦ રનિંગ મીટર) નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૧૩,૫૧,૪૧,૮૫૨ છે, જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસ વ્યવસ્થા ઉભી કરશે.

નવી ચેનલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી અને સુચારુ બનશે, જેના કારણે સ્થાનિક લોકો ને મોન્સૂન દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ વધારો થવા જઈ રહ્યો છે.






Reporter: