News Portal...

Breaking News :

વીસીસીઆઈના વર્ષ ૨૦૨૪-૨૬ માટે નીમાયેલા નવા હોદેદારો

2024-10-03 17:57:42
વીસીસીઆઈના વર્ષ ૨૦૨૪-૨૬ માટે નીમાયેલા નવા હોદેદારો


વડોદરા : વર્ષ ૨૦૨૪-૨૦૨૬ માટે વી.સી.સી.આઈના હોદ્દેદારોની ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.વી.સી.સી.આઈ માં વર્ષોથી ચાલી આવતી એકતા અને અખંડિતતાની પ્રણાલી યથાવત રહી છે અને તેના ભાગરૂપે નીચે જણાવેલ હોદ્દેદારો વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે.


નવા હોદ્દેદારોની ટીમ વી.સી.સી.આઈ ને વધુ ઊંચાઈએ લઇ જવા માટે અને ખાસ કરીને MSME સેક્ટરને ટેકો આપી તેઓ પગભર થાય તેવી દિશામાં કામ કરશે. ભારતનાં GDP ગ્રોથમાં MSMEનું આગવું યોગદાન છે તેમાં આ હોદ્દેદારો વૃદ્ધિ કરવાના લક્ષ્યાંક સાથે પારદર્શક અને પ્રમાણિક પ્રયત્નો કરતા રહેશે.મધ્ય ગુજરાતનાં વેપાર ઉદ્યોગોને નવા મુકામ સર કરવા મદદરૂપ થવા સદા અગ્રેસર રહેશે.




વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ માટે નવા વરાયેલા હોદ્દેદારો ની વિગત :-
૧. અંકુર પટેલ
-પ્રમુખ
૨.  હિમાંશુ પટેલ
-વરિષ્ઠ ઉપ પ્રમુખ
૩. નીપમ દેસાઈ
-ઉપ પ્રમુખ
૪.  જલેન્દુ પાઠક
- માનદ્ મંત્રી
૫. આલોક શાહ
- સહ માનદ્ મંત્રી
૬.  કિરીટ વડાલિયા
- સહ માનદ્ મંત્રી
૭.  અમિત શાહ
- ખજાનચી

Reporter: admin

Related Post