News Portal...

Breaking News :

પેપર લીક બાદ નીટની રિ-એક્ઝામ ફરી મુલતવી રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વિદ્યાર્થીઓ સેન્ટર પર ગયા ત્યારે ખબર પડી પરીક્ષા મુલતવી છે

2024-06-24 16:55:47
પેપર લીક બાદ નીટની રિ-એક્ઝામ ફરી મુલતવી રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વિદ્યાર્થીઓ સેન્ટર પર ગયા ત્યારે ખબર પડી પરીક્ષા મુલતવી છે


પેપર લીક થયા પછી આખાય દેશમાં હોબાળો મચી જતા નીટની એક્ઝામને ફરીથી લેવાનો નિર્ણય લેવાયો હતો. 23મીએ નીટની રિ-એક્ઝામ લેવાની જાહેરાત પણ કરાઈ હતી પણ છેલ્લી ઘડીએ એક્ઝામને ફરીથી મુલતવી કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો


નીટની એક્ઝામ માટે દૂરદૂરથી આવેલા વિદ્યાર્થીઓને વીલા મોઢે પાછા ફરવુ પડ્યુ હતુ. જેને કારણે તેમનામાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના ચહેરા પર રીતસરની નીરાશા જોવા મળી હતી. કેટલાક વિદ્યાર્થીઓની આંખમાંથી આંસુ પણ સરી પડ્યા હતા.નીટની રિ-એક્ઝામ માટે પાલનપુરથી છેક વડોદરા આવેલા યોગ ચૌધરી નામના વિદ્યાર્થીએ બળાપો ઠાલવતા જણાવ્યુ હતુ કે, નીટની એક્ઝામમાં ગંભીર છબરડાને કારણે અમારે ખુબ વેઠવુ પડ્યુ છે. અમે છેલ્લા બે દિવસથી વડોદરાની એક હોટલમાં છીએ. અમારે નીટની એક્ઝામ આપવાની હતી. પણ છેલ્લા સમયે એક્ઝામને મુલતવી રાખવામાં આવી હતી. એક્ઝામ મુલતવી રાખવા પાછળનું કારણ અમને ખબર નથી. અને એક્ઝામ ફરી ક્યારે લેવાશે તેની પણ અમને ખબર નથી. આવા સંજોગોમાં અમારું ભવિષ્ય દાવ પર લાગ્યુ છે. સરકારની નિષ્ફળતાનો ભોગ અમારે બનવુ પડ્યુ છે. 


નીટ જેવી સર્વોચ્ચ પરીક્ષામાં આવા છબરડા જોવા મળે તે આશ્ચર્યની વાત છે. અમારા મનમાં ખુબ ગુસ્સો છે. સરકાર પ્રત્યે રીતસરનો રોષ છે. આવી જ ગંભીર બેદરકારીને લીધે જ દેશ આગળ આવતો નથી. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા એક એક્ઝામ સેન્ટર પર દીકરીને લઈને આવેલા કૌશિકા ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, વારેઘડિયે નીટની પરીક્ષા મુલતવી રાખવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓનું મનોબળ ઘટી રહ્યુ છે. પરીક્ષાના માત્ર દસ બાર કલાક પહેલા જ સરકારે જાહેર કર્યું હતુ કે, નીટની રિ-એક્ઝામ મુલતવી છે. જોકે, હવે અમને કોઈની ઉપર ભરોસો નથી. એટલે અમે આજે રૂબરૂ ખાતરી કરવા આવ્યા છીએ કે, ખરેખર નીટની પરીક્ષા મુલતવી છે કે પછી આખોય ગપગોળો છે. ખેર, નીટની પરીક્ષા માટે મારી દીકરી છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહી છે. અને પરીક્ષા આવે છે ત્યારે જ પેપર લીક કે, પછી બીજા કોઈ બનાવો બને છે. નીટ જેવી પરીક્ષાઓમાં આવા ગંભીર છબરડાથી વિદ્યાર્થીઓ ખુબ નિરાશ થયા છે. સરકાર પર એમને હવે ભરોસો રહ્યો નથી.

Reporter: News Plus

Related Post