News Portal...

Breaking News :

માંજલપુર અવધૂત ફાટક પાસે કાર ચાલકે રોંગ સાઈડ આવતા બુલેટ ચાલક અડફેટે લીધો

2024-06-27 18:13:36
માંજલપુર અવધૂત ફાટક પાસે કાર ચાલકે રોંગ સાઈડ આવતા બુલેટ ચાલક અડફેટે લીધો


વડોદરા શહેરમાં અવાર નવાર હિટ એન્ડ રન ના કેસો સામે આવ્યા છે. જેમાં હાલમાંજ તરસાલી બાયપાસ પાસે એક ફોરવ્હીલર ગાડીના અકસ્માતમાં પરિવારના ૧૯ વર્ષીય છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.


ત્યારે બીજો અકસ્માત વડોદરા હાઇવે નંબર ૪૮ પર બોલેરો ગાડીએ બાઇક સવારને અડફેટે લેતાં બે ભાઈઓનું ઘટના સ્થળેજ મોત નિપજયા હતા,ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરમાં બન્યો, ગત રાત્રિ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારનાં અવધૂત ફાટક પાસે પૂર ઝડપે આવતી ફોરવિલર કારનો રોંગ સાઇડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં એની સારવાર હાલ ચાલુ છે. 


આ ઘટનામાં નજરે જોનારાઓ નું કેહવુ છે ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી, પરંતુ બુલેટ ચાલક રોંગ સાઇડથી આવતા હતા જેથી ગાડી ચાલક ગભરાઈ ગયા હતા અને અકસ્માત થયો. અકસ્માત એટલો ગંભીર થયો કે ગાડી ની સેફ્ટી બલૂન બહાર નીકળી ગયા હતા. લોકો નું કેહવુ છે ગાડી ચાલક મહિલા હતી. અકસ્માતની જાણ થતાં  પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

Reporter: News Plus

Related Post