News Portal...

Breaking News :

નર્મદા જિલ્લામાં ખનિજ અધિકારીને વચેટિયાના માધ્યમ થી મોટી લાંચ લેતા ઝડપી લીધો, મદદગાર હોટેલ મેનેજર સકંજામાં

2024-04-26 22:37:24
નર્મદા જિલ્લામાં ખનિજ અધિકારીને વચેટિયાના માધ્યમ થી મોટી લાંચ લેતા ઝડપી લીધો, મદદગાર હોટેલ મેનેજર સકંજામાં


   પોલીસ તંત્ર ધારે તો હાથ લાંબા કરીને કાયદાને અસરકારક બનાવી શકે છે.તેની પ્રતીતિ કરાવતા લાંચ રૂશ્વત ખાતાના વડોદરા એકમ દ્વારા નર્મદા જિલ્લામાં ખનિજ ખાતાના રોયલ્ટી નિરીક્ષકને રેતીનું પરિવહન કરતા ટ્રક ચાલક પાસેથી વચેટિયા ના માધ્યમ થી રૂ.૬૦ હજારની લાંચ લેતા ઝડપી પાડયો છે.આ કિસ્સામાં સરકારી કર્મચારી વતી અને તેની સૂચના પ્રમાણે લાંચની રકમ સ્વીકારનાર ખાનગી હોટેલનો મેનેજર પોલીસના સકંજામાં આવી ગયો છે. એ.સી.બી.વડોદરાના મદદનીશ નિયામક શ્રી પી.એચ. ભેંસાનીયાના માર્ગદર્શન હેઠળ નર્મદા એ.સી.બી.પોલીસ મથકના પો. ઈ.શ્રી ડી.ડી.વસાવા અને સ્ટાફે આ કિસ્સામાં સફળ ટ્રેપિંગ કરી લાંચિયા કર્મચારી અને વચેટિયાને ઝડપી લીધા છે.

  વાવડી ગામની વી.આર.હોટેલ ખાતે લાંચ સ્વીકારવાની આ ઘટના બની હતી.

   ફરિયાદી એક ટ્રક ચાલક છે જેઓ નર્મદા કાંઠે થી રેતી ભરીને રાજપીપળામાં ગ્રાહકોને રેતી પૂરી પાડતા હતા.

  

રાજપીપળા ખનિજ ખાતાની કલેકટર કચેરી અંતર્ગત આવેલી કચેરીમાં કાર્યરત રોયલ્ટી નિરીક્ષક ( વર્ગ ૩) દીપક કુમાર સોહનલાલ સાંવરિયા એ ફરિયાદી વાહન ચાલક પાસે રોયલ્ટી ભર્યા વગરની ગાડી જવા દેવાના અવેજ તરીકે રૂ.૧ લાખની માંગણી કરી હતી.


  ઉલ્લેખનીય છે કે આ લાંચ માંગનાર કરાર આધારિત નોકરી કરે છે છતાં આટલી હિંમત એણે કરી છે.


    ઉપરોક્ત કર્મચારીએ જીઓમાઈન એપ્લિકેશન ની મદદ થી રોયલ્ટી ભર્યા વગર રેતીનું પરિવહન કરનારી આ ટ્રકને શોધી કાઢી હતી. તેણે ચાલકને ધમકી આપી હતી કે જો આ ગુનાસર વાહન જપ્ત થશે તો રૂ. અઢી થી પોણા ત્રણ લાખ દંડ ભરવો પડશે.આ સ્થિતિ ટાળવી હોય તો મને રૂ.૧ લાખ આપીને પતાવટ કરી લો.


  રક્ઝકના અંતે હાલમાં રૂ.૬૦ હજાર અને વ્યવસ્થા થયે બાકીના રૂ.૪૦ હજાર આપવાનું નક્કી થયું હતું 


   એટલે નારાજ ટ્રક ચાલકે લાંચ રૂશ્વત વિરોધી દળને ફરિયાદ કરી હતી.આરોપીએ ઓડિયો કોલિંગ દ્વારા લાંચની માંગણી કરી હતી.


   

તેના અનુસંધાને વાવડી ગામે વી.આર.હોટેલમાં છટકું ગોઠવવામાં આવ્યું જેમાં ઉપરોક્ત સરકારી કર્મચારી વતી અને તેની સૂચના પ્રમાણે ફરિયાદી પાસે થી રૂ.૬૦ હજારની રકમ સ્વીકારનાર હોટેલના મેનેજર કામિયાબઅલી માસુમઅલી સેલિયા(મદદગારી કરનાર) ને ઝડપીને લાંચ પેટે સ્વીકારેલી રકમ રિકવર કરવામાં આવી હતી.આ મદદગાર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામનો મૂળ નિવાસી છે.કરાર આધારિત રોયલ્ટી નિરીક્ષક વડોદરામાં બી ૧૪,પ્રશાંત પ્લાઝા, આનંદપુરા સરકારી પ્રેસ પાસે રહે છે.

Reporter: News Plus

Related Post