મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામા મ્યુનિસિપલ કમિશ્નર, ડે. મ્યુનિ. કમિશનર, સીટી એન્જીનિયર તમામ પ્રોજેકટ તથા ખાતાના અધિકારીઓ સાથે ગત તા.૨૪/૭/૨૦૨૪ નારોજ થયેલ મુશળાધાર વરસાદ અને ત્યારબાદ પોસ્ટ ફ્લડની કામગીરી સંદર્ભે રીવ્યુ બેઠક યોજવામાં આવેલ હતી.
જેમાં મહાનગરપાલિકાના તમામ વિભાગોની કામગીરીનો ચિત્તાર મેળવ્યો હતો સાથે કામગીરી સંદર્ભે જરૂરી નીચે મુજબ સૂચના આપવામાં આવી હતી.સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી જણાવ્યું હતું કે આજની બેઠકમાં મુખ્યત્વે લાંબા/ટુંકા ગાળાના આયોજન સંદર્ભે આયોજન અને કામગીરી કરવા જણાવેલ છે. ટૂંકા ગાળાના આયોજન માટે હાલમાં તમામ વોર્ડ વિસ્તારોમાં ૧૨ કલાક તે તેથી વધુ સમય માટે ભરાયેલા પાણીના સ્થળોનો મ્યુનિસિપલ કાઉન્સિલરો સાથે સંકલન કરી યાદી બનાવવા તથા આવા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલીક ચોકપ વરસાદી ગટરોનો સર્વે કરી ગટરના ડાયવર્ઝન કરવા તથા નીક પાડી પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. સાથે વોર્ડ ઝોનના એન્જીનિયરો દ્વારા સમગ્ર વિસ્તારના રોડ-રસ્તાનો સર્વે કરી યુધ્ધ્ના ધોરણે કામગીરી કરવા તથા ગેરન્ટી-વોરન્ટી વાળા રોડ ઇજારદારના ખર્ચે ફરી બનાવવા તથા ઇજારદારને નોટીસ આપવી જરૂર જણાએ પેનલ્ટી પણ આપવી સાથે ગેરન્ટી-વોરન્ટી વિનાના રોડ કોર્પોરેશન દ્વારા યુધ્ધના ધોરણે વેટમીક્ષ-હોટમીક્ષથી રીસ્ટોર કરવા.
પાણી પુરવઠા વિભાગે હાલમાં આવતી લો પ્રેશર અને દૂષિત પાણીની સમસ્યાઓને તાત્કાલિક પ્રો એક્ટીવલી ઉકેલ લાવવો જોઇએ. ફાયર વિભાગને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેન્યુઅલમાં વ્યવહારીક ફેરફાર કરવા સૂચન કર્યું છે. તમામ આસી.મ્યુનિ.કમિશનરઓ તથા વોર્ડ ઓફિસરઓને વોર્ડ્મા યુધ્ધ્ના ધોરણે સફાઇ અને સેનીટેશનની કામગીરી કરવા કડક શબ્દોમા સુચના આપી છે તથા હેલ્થ વિભાગ દ્વારા શહેરમા પાણીજન્ય અને વાહક જન્ય રોગો ફેલાય નહિ તે માટે ટીમ બનાવી રોજ સર્વે કરવા તથા ક્લોરીનની ટેબલેટ વિતરણ સહિત દવાનો છંટકાવ કરવા અને મેડીકલ ચેકઅપ માટે વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનુ આયોજન કરવા પણ જણાવેલ છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા શહેરમા વરસાદના સમયે લાઇટો બંધ થતી હોઇ તેને વહેલી તકે ચાલુ કરવા તથા નવિન ફીડ્બેક સિસ્ટમ વિકસાવી પ્રોએક્ટીવલી કામગીરી કરવા જણાવેલ છે.સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી લાંબા ગાંળાના આયોજન સંદર્ભે જણાવે છે કે, આજની બેઠકમાં સિકોન કંપનીના રીપોર્ટને આધારે વડદલા, હરીપુરા અને ધનોરા તળાવોમાંથી અંદાજીત ૪૦૦ થી ૫૦૦ ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં સીધે સીધું ઠલવાય છે તે માટે ગેટ મૂકવાની કામગીરીનો DPR બનાવી સરકારમા રજુ કરવા, વહિવટી વિભાગને તમામ એંજીન્યરીંગ તેમજ વહિવટી જગ્યાઓ જે ખાલી છે તેવી જગ્યાઓને ભરતી પ્રક્રિયા થી વહેલી તકે ભરવા સુચન કર્યુ છે. તમામ તળાવોના પાળા ઉપર સીમ બેઝ સોલર કેમેરા લગાવવા તથા વડોદરા શહેરમા પ્રવેશતા પહેલાના સ્થળે સુર્યા અને વિશ્વામિત્રી નદિ ઉપર ગેઝીંગ સ્ટેશન લગાવી લેવલનો અભ્યાસ કરવા સુચન કર્યુ છે.વરસાદી ગટર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ સયુક્ત રીતે વડોદરા શહેરમા આવેલ વિવિધ કાંસો ઉપર થયેલ દબાણોનો સર્વે કરી યાદી તૈયાર કરવા સુચના આપવામા આવી છે. મહાનગરપાલિકાના રોડ, પાણી, ડ્રેનેજ-વરસાદી ગટર વિભાગ દ્વારા સંકલનમા રહિ શહેરમા ઉદ્ભવેલી પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે લાંબા ગાળાના આયોજનો હાથ ધરવા DPR બનાવવા સુચના આપેલ છે સદરહુ DPR સંદર્ભે રાજ્ય સરકાર અને જરૂર જણાયે કેંદ્ર સરકારમા પણ યોગ્ય રજુઆત કરવામા આવશે.
Reporter: admin