News Portal...

Breaking News :

ચોમાસાનો કહેર: કેરળમાં રેડ એલર્ટ, ગોવામાં આગમન, વાયનાડ-કાસરગોડમાં તાત્કાલિક પ્રતિબંધો

2026-06-06 12:06:17
ચોમાસાનો કહેર: કેરળમાં રેડ એલર્ટ, ગોવામાં આગમન, વાયનાડ-કાસરગોડમાં તાત્કાલિક પ્રતિબંધો


ચોમાસાનો કહેર: કેરળમાં રેડ એલર્ટ, ગોવામાં આગમન, વાયનાડ-કાસરગોડમાં તાત્કાલિક પ્રતિબંધો

ચોમાસું 3 દિવસના વિલંબ બાદ હવે ગતિ પકડી રહ્યું છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુ બાદ તે ગોવામાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં મુંબઈ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પણજી, બેંગલુરુ, સેલમ અને પંબનમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.હવામાન વિભાગ (IMD) મુજબ, આજે કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટનો અર્થ છે કે આગામી 24 કલાકમાં 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયનાડ અને કાસરગોડમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે તેમજ પર્વતીય વિસ્તારોમાં ટ્રેકિંગ, રાત્રિ મુસાફરી અને પથ્થર ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

IMDના અંદાજ મુજબ, આગામી ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પહોંચી શકે છે, જ્યારે 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પ્રવેશ કરવાની શક્યતા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસાની ગતિ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ પર નિર્ભર રહેશે, જે હાલ સક્રિય નથી. જેના કારણે આ વિસ્તારોમાં ચોમાસું ધીમું પડી શકે છે.દેશના અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય છે. રાજસ્થાનમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત થયાના અહેવાલ છે.આગામી બે દિવસના અંદાજ મુજબ કેરળ, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

Reporter: admin

Related Post