News Portal...

Breaking News :

સૌરાષ્ટ્રમાં બપોર બાદ ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા

2026-06-07 11:30:25
સૌરાષ્ટ્રમાં બપોર બાદ ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા


સૌરાષ્ટ્રમાં બપોર બાદ ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા

ચોમાસાએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા જ સમગ્ર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. તેના પગલે ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટી તેજ બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સુરત, વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં હાલ ગરમી અને બફારાનો પ્રભાવ યથાવત રહેશે. તાજેતરમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે લોકો હજુ પણ ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 8 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. પ્રિ-મોન્સુન પવનો સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપૂર્વના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. આગામી દિવસોમાં તે છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધવાની શક્યતા છે.હવામાન વિભાગે લોકોને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવાની અપીલ કરી છે, ખાસ કરીને ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સ્થિતિમાં સુરક્ષા પગલાં લેવા સૂચન કર્યું છે.

Reporter: admin

Related Post