આત્મા જ્યોતિ આશ્રમની 30 વર્ષની સેવા યાત્રા: 4,000થી વધુ બાળકોને સ્કૂલ કીટ વિતરણ

વધતી જતી મોંઘવારી વચ્ચે શિક્ષણનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધતો જઈ રહ્યો છે. આવા સમયે વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ આત્મા જ્યોતિ આશ્રમ દ્વારા છેલ્લા 30 વર્ષથી સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આશ્રમ દ્વારા વિશાળ કાર્યક્રમ યોજીને 4,000થી વધુ બાળકોને ચોપડા અને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ બાળકને શિક્ષણથી વંચિત ન રહેવું પડે અને વાલીઓ પરનો આર્થિક બોજ ઓછો થાય.આશ્રમ દ્વારા દર વર્ષે નોટબુક અને શિક્ષણ સામગ્રીનું વિતરણ નિયમિત રીતે કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભ મળતાં વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.સ્થાનિક લોકોએ જણાવ્યું કે મોંઘવારીના સમયમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અને સમાજ માટે પ્રેરણારૂપ છે.
Reporter: admin







