News Portal...

Breaking News :

બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને સન્માન સમારોહ યોજાયો

2026-06-07 11:09:44
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને સન્માન સમારોહ યોજાયો


બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને સન્માન સમારોહ યોજાયો

વડોદરા : બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અને ગુજરાત ઝોનના પૂર્વ પ્રશાસિકા રાજયોગિની સરલા દીદીજીની ૭મી પુણ્યતિથિના અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના નવનિર્વાચિત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા, દંડક તથા વોર્ડ નં. ૧૧ના ચારેય કોર્પોરેટરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સેવાકેન્દ્રના સહસંચાલિકા બી.કે. પૂનમ બહેને તમામ મહાનુભાવોના સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. મંગલવાડી સબ ઝોન ના રાજયોગિની રાજ દીદીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “જે દુનિયામાં આપણે રહીએ છીએ તેને સ્વચ્છ, સુંદર અને રહેવા યોગ્ય બનાવવાની જવાબદારી આપણી સૌની છે. આધ્યાત્મિકતા દ્વારા જ્યારે વિચારો અને ભાવનાઓમાં સકારાત્મકતા આવે છે અલકાપુરી ના ડો.નિરંજના દીદી એ પણ પોતાની શુભકામનાઓ આપી મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, “સેવાકેન્દ્રના આધ્યાત્મિક વાતાવરણમાં મને આંતરિક ઊર્જા અને શાંતિનો અનુભવ થયો છે. શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણ માટે સૌના સંગઠિત પ્રયાસોની જરૂર છે.” ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિશ્વભરમાં જંગલોનું નુકસાન ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે. આ વિષયે સમાજમાં વધુ જાગૃતિ લાવવાની જરૂર છે.

સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે સેવાકેન્દ્રના આધ્યાત્મિક વાતાવરણમાં તેમને મનની શાંતિ અને અનેક પ્રશ્નોના જવાબો પ્રાપ્ત થયાનો અનુભવ થયો હતો. શાસક પક્ષના નેતા શ્વેતાબેન માંછીએ ધ્યાન કક્ષામાં અનુભવેલી આંતરિક શક્તિ અને ભાવનાત્મક શાંતિ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. દંડક વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ નિયમિત યોગાભ્યાસ કરે છે અને સેવાકેન્દ્રના ધ્યાન કક્ષામાં તેમણે અત્યંત સકારાત્મક અને શક્તિશાળી સ્પંદનોનો અનુભવ કર્યો હતો.કાર્યક્રમના અંતે સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે. ડૉ. અરુણા બહેને સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે આપ સૌનું આ ઈશ્વરીય સેવા સ્થળે આગમન શુભ સંકેત છે. સમગ્ર સૃષ્ટિ પરમાત્માનું ઘર છે. અને આપ સૌને આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાના નિમિત્ત તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સકારાત્મક વિચારસરણી દ્વારા આપણે માનસિક અને પ્રાકૃતિક બંને પ્રકારના પ્રદૂષણને દૂર કરી શકીએ છીએ અને સુખમય વિશ્વના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.”આ કાર્યક્રમમાં મંગળવાડી સબઝોન પ્રભારી રાજયોગિની રાજ દીદી, અલકાપુરી સબઝોન સંચાલિકા રાજયોગિની નિરંજના દીદી, કારેલીબાગથી ડૉ. જયંતભાઈ, ચંદ્રનગર સેવાકેન્દ્ર ઇન્ચાર્જ બી.કે. તરલિકા બહેન, વાસણા સેવાકેન્દ્ર ઇન્ચાર્જ મીનાબહેન, માંજલપુર સેવાકેન્દ્ર ઇન્ચાર્જ બી.કે. ધીરજ બહેન વોર્ડ નં. 11ના કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમા, વિષ્ણુભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ તથા વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ  સહિત અનેક વરિષ્ઠ બ્રહ્માકુમારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં બધાએ પ્રસાદ સ્વીકાર કર્યો.

Reporter: admin

Related Post