News Portal...

Breaking News :

શહેરમાં દબાણ શાખાનું મેગા ઓપરેશન: અનેક વિસ્તારોમાંથી અડીંગા-દબાણો દૂર

2026-06-07 11:08:04
શહેરમાં દબાણ શાખાનું મેગા ઓપરેશન: અનેક વિસ્તારોમાંથી અડીંગા-દબાણો દૂર


શહેરમાં દબાણ શાખાનું મેગા ઓપરેશન: અનેક વિસ્તારોમાંથી અડીંગા-દબાણો દૂર

દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે દબાણ ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા વોર્ડ નં. 13 ની ટીમ સાથે મળી માર્કેટ ચાર રસ્તા મેયર ગેટની આજુબાજુ તથા મધ્યવર્તી સ્કૂલ સુધીના ફૂલના પથારા હટાવવામાં આવ્યા હતા. જયરત્ન બિલ્ડિંગથી ખંડેરાવ માર્કેટ પાછળ તથા માર્કેટ ચાર રસ્તાથી કમિશનર ગેટ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ઉપરાંત કમાટીબાગ ગેટ નં. 01, 02, 03 તથા કમિશનર બંગલા સુધી, પેવેલિયન સર્કલ પાસેથી બેંક ઓફ બરોડા નજીકથી ટેબલ દબાણ દૂર કરી ખુરશી તથા લારીના દબાણ જપ્ત કરવામાં આવ્યા હતા.

 ફતેગંજ બ્રિજ નીચે, BSNL ગ્રાઉન્ડ, અરવિંદ બાગ, ફ્રીડમ પાર્ક સુધી તથા EME સર્કલથી L&T સર્કલ અને રાત્રી બજાર પાસે શ્રમિકોને દૂર કરવામાં આવ્યા હતા.વોર્ડ નં. 18 ની ટીમ સાથે મળી GIDC વિસ્તારમાં ઝૂંપડાના દબાણ હટાવવા મૌખિક સૂચના આપવામાં આવી હતી તથા દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 16 ની ટીમ સાથે તરસાલી સુવેજ પંપ પાસે રહેલા શ્રમિકોના ઝૂંપડા હટાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. 17 સુસેન સર્કલ મણીબા પાર્ક સોસાયટી પાસે ફોરવ્હીલર ગાડી જપ્ત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post