News Portal...

Breaking News :

મિશન શક્તિ અંતર્ગત ‘ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળ

2026-06-07 14:00:47
મિશન શક્તિ અંતર્ગત ‘ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળ


મિશન શક્તિ અંતર્ગત ‘ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળ

એવરેસ્ટ વિજેતા અને એવરેસ્ટર નિશા સ્કિલ ફાઉન્ડેશન (ENSF) ની સ્થાપિકા એવરેસ્ટર નિશા કુમારી ના નેતૃત્વ હેઠળ આયોજિત “મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026” સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ આ અભિયાનમાં ભાગ લઈને હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલ 17,350 ફૂટ ઊંચા ફ્રેન્ડશિપ પીક પર સફળ ચઢાણ કરીને સાહસ, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બરફથી ઢંકાયેલા માર્ગો, સતત બદલાતું હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને કઠિન ચઢાણ જેવા પડકારો વચ્ચે ટીમે અદમ્ય હિંમત અને સંકલ્પશક્તિ દર્શાવી હતી.મિશન શક્તિ એ એવરેસ્ટર નિશા કુમારીનું વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરની યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ, ફિટનેસ, નેતૃત્વ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે પ્રેરિત કરવાનો છે.

આ અભિયાનમાં એવરેસ્ટર નિશા કુમારી – ટીમ લીડર સહિત સમિટર આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલ સહિત અન્ય સદસ્ય પ્રાચી જયસિંહ, અવની ભટ્ટ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી,સ્નેહા ચાક હતા. આ અભિયાન દરમિયાન આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલે એવરેસ્ટર નિશા કુમારી સાથે સફળતાપૂર્વક ફ્રેન્ડશિપ પીક સમિટ પૂર્ણ કરી હતી, જે મિશન શક્તિ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે. અભિયાન દરમિયાન ટીમે સમગ્ર દેશમાં “Change Before Climate Change”, “Fit India, Green India”, “મહિલા સશક્તિકરણ દ્વારા સાહસ”, “ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ” સંદેશો પહોંચાડ્યા હતા. એવરેસ્ટર નિશા કુમારીએ જણાવ્યું હતું કે:“મિશન શક્તિ માત્ર પર્વત સર કરવાની યાત્રા નથી, પરંતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી વિકસાવવાનો એક પ્રયાસ છે. અમે ઈચ્છીએ છીએ કે દેશની દરેક દીકરી પોતાના સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે અને એક સ્વસ્થ તથા હરિયાળા ભારતના નિર્માણમાં યોગદાન આપે.”મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026 યુવતીઓના સશક્તિકરણ, ફિટનેસ અને ક્લાઈમેટ એક્શન માટે એક પ્રેરણાદાયી પગલું સાબિત થયું છે અને દેશભરની અનેક દીકરીઓને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવાની પ્રેરણા આપશે.

Reporter: admin

Related Post